સાઓ પાઉલો,તા.૨૫
ભારતીય અને ચીનના નાગરિક હવે વિઝા વગર બ્રાઝીલ જઈ શકે છે. રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ ગુરુવારના રોજ કહ્યું હતું કે સરકાર બન્ને દેશોના પર્યટકો અને વ્યાપારીયો માટે વિઝા ખતમ કરશે. તાજેતરમાં બ્રાઝીલે અમેરિકા, કેનેડા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નાગરિકો માટે વિઝા ખતમ કર્યું હતું. બ્રાઝીલમાં આ વર્ષ ચૂંટણી જીતીને રાષ્ટ્રપતિ બનેલા બોલસોનારોએ પોતાની નીતિને સ્પષ્ટ કરી દીધુ હતું, તેમની સરકાર વિકાસશીલ દેશો માટે વિઝા જરૂરિયાતોને ખતમ કરશે. તાજેતરમાં જ ભારત-ચીન માટે બોલસોનારોની આ જાહેરાત તેમના બૈજીંગ પ્રવાસ અગાઉ આવી છે.
આ વર્ષ બ્રિક્સ (બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) સમિટ બ્રાઝીલની રાજધાની બ્રાસીલિયામાં ૧૩-૧૪ નવેમ્બર દરમિયાન યોજાશે. તેમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. એવું માનવામાં આવે છે કે મોદી અને બોલ્સોનારો આ બેઠક દરમિયાન અનેક સમજૂતી કરશે. આ અગાઉ બન્ને નેતા જૂનમાં જી-૨૦ પરિષદ દરમિયાન મુલાકાત કરી હતી. તેમની વચ્ચે વ્યાપાર અને કૂટનીતિક સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી.
ભારતીય નાગરિકોને બ્રાઝિલ જવા માટે વિઝાની જરૂર નહીં પડે

Recent Comments