અંકલેશ્વર, તા. રપ
અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી ને જોડતો રેલવે ઉપરનો પગદંડી બ્રીજ રેલવે તંત્ર દ્વારા સમારકામ કરવાનું હોય એક અઠવાડિયા સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે. આ બ્રિજ બંધ કરતા પ્રજાને હાલાકી પડશે અધિકારીને જાણ કરતાં તેમણે જણાવ્યું હતું કે અમોએ આ બ્રિજનું સમારકામ કરવાનું હોય જેની જાહેરાત ન્યૂઝપેપરમાં આપેલ હતી વડોદરા રેલવેના પી.આર.ઓ દ્વારા આ જાહેરાત આપી છે ત્યારબાદ નગરપાલિકા અંકલેશ્વર.પીરામણ ગ્રામ પંચાયત તેમજ અન્ય જગ્યા ઉપર રેલવે તંત્ર દ્વારા આ બ્રિજ નું સમારકામ ચાલવાનું હોય જેની નોંધ લે તો પત્ર પાઠવવામાં આવ્યો છે? ?પરંતુ પોતાના ધંધા-રોજગાર જતા વિદ્યાર્થીનીઓ નોકરિયાત વર્ગ તેમજ અન્ય પ્રજાજનો રેલ્વે માં થી પસાર થતા તેમને રેલવેની અધિકારીઓનો ભોગ બનવો પડી રહ્યો છે ટ્રેન નો સમય હોય તે જ સમયે પસાર થતા પ્રજાજનો પાસેથી ટિકિટની માગણી કરતા તેઓ પાસે ટિકિટ ના હોવાથી તેમણે દડં પણ ભરવો પડશે તો તંત્ર દ્વારા આ અંગે કોઈ બાહેધરી આપવામાં આવી છે કે કેમ આ પુલ બંધ થવાથી લોકો પરેશાન થઈ ઉઠયા છે.