(એજન્સી) બ્રિટન, તા.૧૯
યુનાઈટેડ કિંગડમ (યૂકે)ની સંસદમાં સંબોધન કરનાર નુસરત ગની ભારતીય મૂળના પ્રથમ એવા મુસ્લિમ મહિલા છે જે સાંસદ બન્યા છે. નુસરતે જૂનિયર પરિવહન મંત્રીના પદથી હાઉસ ઓફ કોમનને સંબોધિત કર્યું હતું. ૪પ વર્ષીય નુસરત બર્મિગહામમાં કાશ્મીરી માતા-પિતાને ત્યાં જન્મી હતી. હાઉસ ઓફ કોમન્સમાં નુસરતે પોતાના પ્રથમ સંબોધન બાદ સોશિયલ મીડિયામાં ટ્‌વીટ કર્યું હતું કે બ્રિટન સરકારમાં તેમને પરિવહન મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાઉસ ઓફ કોમન્સના ડિસ્પેચ બોક્સમાંથી બોલનાર પ્રથમ મુસ્લિમ મહિલા મંત્રી બનવાનો નુસરત ગનીએ ઈતિહાસ રચ્યો છે. ડિસ્પેચ બોક્સ એક નામાંકિત સ્થાન છે જ્યાં મંત્રીઓ દ્વારા સંબોધન કરવામાં આવે છે. બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેસા મે પાછલા સપ્તાહમાં નવા વર્ષમાં ફેરબદલ અંતર્ગત પરિવહન વિભાગમાં નુસરત ગનીનો સંસદીય અવર સચિવ નિયુક્ત કર્યા છે. વેલ્ડેનથી સાંસદ ગનીએ નિવેદન કર્યું કે એમના માટે રોમાંચક અને પડકારરૂપ ભૂમિકાઓનો અવસર છે. તેમણે જણાવ્યું કે પરિવહન વિષયના પ્રચારનું કામ કર્યું હોવાથી વેલ્ડન માટે એમનો અવાજ મક્કમતાથી બુલંદ રહેશે અને પોતાના ક્ષેત્ર માટે હંમેશા કામ કરતાં રહેશે એમ બ્રિટિશ સાંસદ નુસરત ગનીએ જણાવ્યું હતું.