(એજન્સી) લંડન, તા.૬
બ્રિટન મીડિયાના અહેવાલ અનુસાર પંજાબમાં વર્ષ ર૦૧૦માં થયેલા બોમ્બ વિસ્ફોટોમાં કથિત રીતે સંડોવાયેલા ભારતના શંકાસ્પદ વોન્ટેડ પરમજીત સિંઘે આવતા સપ્તાહમાં ટ્રાફલ્ગર સ્કવેર ખાતે અલગ ખાલિસ્તાન સમર્થિત રેલીનું આયોજન કર્યું છે. અહેવાલ મુજબ ભારતીય ઉચ્ચ આયોગ દ્વારા બ્રિટિશ વિદેશ મંત્રાલયને આ કાર્યક્રમને પરવાનગી નહીં આપવા અપીલ કરી હતી પરંતુ બ્રિટિશ સરકારે આ અપીલને નકારી દીધી હતી. અમેરિકી સમૂહ ‘શિખ્સ ફોર જસ્ટિસ’ દ્વારા લંડનના ટ્રેફલ્ગર સ્કવેરમાં આ કાર્યક્રમ યોજાનાર છે જેના માટે લંડન ડિક્લેરેશન (લંડનની ઘોષણા) પાસ કરવાનું હતું જેમાં પંજાબની આઝાદી માટે જનમત સંગ્રહ (રેફરેન્ડમ ર૦ર૦) નામની ઝુંબેશના મુખ્ય આયોજક પમ્માએ અલગ ખાલિસ્તાનની માગ કરી છે. બર્મિંગ્હામના પરમજીતસિંહ પમ્મા વર્ષ ર૦૧૦માં પટિયાલા અને અંબાલામાં થયેલ બોમ્બ વિસ્ફોટોના વોન્ટેડ છે. આને વર્ષ ર૦૦૯માં રાષ્ટ્રીય સિખ સંગતના વડા રૂલ્દા સિંહની કથિત માસ્ટર માઈન્ડ છે. પમ્માને વર્ષ ર૦૦૦માં બ્રિટને આશ્રય આપ્યો હતો પરંતુ પમ્માએ આ આરોપોને નકારી કાઢતા જૂઠા ગણાવ્યા હતા. પમ્માનો દાવો છે કે ટ્રેફલ્ગર સ્કવેરમાં આયોજિત થનાર રેલીમાં ૧૦,૦૦૦ સિખો ભાગ લેશે. વિદેશ મંત્રાલયે તેમના નિવેદનમાં જણાવ્યું છે કે, ગત મહિને રેલી યોજાઈ હતી અને તેમણે બ્રિટિશ સરકાર સામે ઔપચારિક વિરોધ તરીકે નોંધણી કરાવી હતી. ઉલ્લેખનીય છે કે ૧ર ઓગસ્ટના રોજ લંડનમાં ખાલિસ્તાન સમર્થન કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવાના ભારત સરકારના આગ્રહને બ્રિટને ઠુકરાવી દીધો હતો.
બ્રિટને ભારતની વિનંતી ફગાવી દીધા બાદ બોમ્બ વિસ્ફોટના શંકાસ્પદે લંડનમાં ખાલિસ્તાન સમર્થિત રેલીનું આયોજન કર્યું

Recent Comments