(એજન્સી) લંડન,તા.૧૪
પ્રવાલી ભારતીય ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલે શનિવારે કહ્યું કે બ્રેક્ઝિટ પછીભારત મોટા સ્તર પર બ્રિટનનો સ્વાભાવિક સહયોગી હોઇ શકે છે. તેમણે કહ્યું કે યુરોપીયન સંઘ છોડવાના બ્રિટનના નિર્ણયને બંને દેશોને એક સાથે કામ કરવા અને એકબીજા પાસેથી લાભ મેળવવા માટેની તક આપી. કપારો ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ પટેલે કહ્યું કે બ્રિટન યુરોપમાંથી અલગ થઇ રહ્યું છે અને ભારત મોટા સ્તર પર બ્રિટનનો સ્વાભાવિક ભાગીદાર બની શકે છે, તેથી તમારે બ્રિટનને પોતાની પ્રથમ પસંદગી રૂપે જોવા માટે આમંત્રિત કરૂં છું. શનિવારે સાંજે તેઓ ૧૭માં નેશનલ કોન્ફરન્સ ઓફ કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસિએશન ઓફ ઇન્ડ્યિાને સંબોધિત કરી રહ્યાં હતાં.