(એજન્સી) વોશિગ્ટન, તા. ૭
બ્રિટનની કુખ્યાત મહિલા આતંકવાદી સેલ્લી જોન્સ અમેરિકી સત્તાવાળાઓના નિશાન પર રહી છે. સમગ્ર વિશ્વના કેટલાક આતંકવાદી હુમલાઓમાં તેનું નામ આવતાં અમેરિકી સરકારે આવા આતંકવાદીઓના ખાતમા માટેની એક યાદી તૈયાર કરી છે તેમાં સેલ્લીનું નામ ટોચ પર છે. પેન્ટાગોન દ્વારા ૪૯ વર્ષીય સેલ્લીને સીરિયામાં તેની હત્યા કરવા માટે તેને ટોચની યાદીમાં મૂકવામાં આવી ચે. અમેરિકી આર્મીના જવાનોનો શિરચ્છેદ અને કેમેરાની સામે તેમનો શિરચ્છેદ કરવા જેવા ગુનામાં તે સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે. આવા બીજા પણ એક પ્લાનને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો જેમાં એક સગીર દ્વારા નાઈટક્લબમા રહેલા લોકો પર ગોળીબાર કરવાના હતો પરંતુ તેને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. જોન અને તેના પતિને સમાવતા મોટાભાગના પ્લાનમાં અમેરિકી લશ્કરને નિશાન બનાવવાનું હતું જેમાં રોયલ એરફોસનો સમાવેશ થાય છે. સેલ્લી અને તેના પતિ હુસન ઘણા બધા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા હોવાનું કહેવાઈ રહ્યું છે તેથી અમેરિકાએ સીરિયામાં એક યાદી તૈયાર કરી છે આ યાદીમાંના તમામનો વહેલા કે મોડે ખાતમો કરવાની અમેરિકી સરકારની યોજના છે. એટલું જ નહીં પરંતુ સેલ્લી જોન ઢાલ તરીકે પોતાના ૧૧ વર્ષીય પુત્રનો ઉપયોગ કરતી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. તેનો પતિ હુસેન પૂર્વ કમ્પ્યુટર હેકર છે અને તે અમેરિકી હવાઈ હુમલામાં ઠાર મરાયો હતો.
Recent Comments