(એજન્સી) સ્ટોહોમ, તા. ૫
બ્રિટનના લેખક કાઝુઓ ઈશીગુરોને વર્ષ ૨૦૧૭ માટેના સાહિત્યના નોબેલ પારીતોષક માટેની પસંદગી થઈ છે. ગુરુવારે આની જાહેરાત કરવામા આવે. બ્રિટિશ અખબાર ગાર્ડિયનની એક ખબર અનુસાર, નોબેલ પ્રાઈઝ એનાયત કરનાર સ્વીડીશ એકેડમીએ ઈશીગુરોની નવલકથાને ભાવાનાત્મકની મહાન તાકાત ગણાવી. આ વર્ષના સાહિત્ય માટે માગ્રેટ એટવેડ, ગુગી વા થિંયોગ અને હારૂકી મુરાકામી જેવા નામો ચર્ચામાં હતા. ઈશિગુરોએ ધ રિમેન્સ ઓફ ધ ડે, અને નેવર લેટ મી ગો જેવી મશહૂર નવલકથાઓ લખી છે. અકાદમીએ તેમને વિશે કહ્યું કે તેઓ ખૂબ સાવધાની અને સંયમથી લખે છે પરંતુ જે કંઈ પણ લખવા માંગે છે તે પુરી આઝાદીથી લખે છે. ૨૦૧૭નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક જીતનાર ઈશીગુરોએ તેને એક ‘ભવ્ય સન્માન’ ગણાવ્યું. આ પહેલા ગુરૂત્વાકર્ષણના તરંગોની શોધ કરનાર ત્રણ અમેરિકી વૈજ્ઞાનિકો- બૈરી બેરિશ, કિપ થોર્ન અને રેનર વેસેને આ વર્ષનું ફિઝિક્સનું નોબેલ મળ્યું હતું. થોર્ન અને વેસે પ્રતિષ્ઠિત કૈલિફોર્નિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાં સંયુક્ત રીતે ગ્રેવિટેશનલ વેબ ઓબ્ઝર્વેટરી બનાવી હતી. તે પછી બેરિશે આ યોજનાને અંતિમ ઓપ આપ્યો. આ સંસ્થાએ ૧૯૦૧માં નોબેલ પુરસ્કારની શરૂઆત કર્યાં બાદ કુલ અઢાર વાર આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કર્યો છે. લગભગ ૧.૩ અબજ પ્રકાશવર્ષ દૂર સર્જાયેલા ઘટનાક્રમના પરિણામસ્વરૂપે પહેલી વાર ગુરૂત્વ તરંગોની પ્રત્યક્ષ સાબિતી મળી હતી. પુરસ્કાર એનાયત કરનાર અકાદમીએ કહ્યું કે પૃથ્વી પર જ્યારે તરંગો પહોંચ્યાં ત્યારે તે ખૂબ નબળા હતા પરંતુ ખગોળવિજ્ઞાનમાં આ બહુ મોટી સિદ્ધી છે.