અમદાવાદ,તા.ર૬
બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવવા પર પ્રતિબંધ છે. જેથી ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરી રહી હતી ત્યારે એક વૃધ્ધ વાહનચાલકને પોલીસે રોકતા તે ગિન્નાયા હતા. તેમણે ઉશ્કેરાઈને કહ્યું હતું કે ‘પોલીસ લોકોને હેરાન કરે છે એટલે પોલીસ પર પથ્થરમારો થયો તે બરાબર જ છે.’ ચાલકે આવેશમાં આવીને આવી ધમકી આપી હતી. જેથી પોલીસે વૃદ્ધ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
બનાવની વિગત એવી છે કે , ‘અમદાવાદ ટ્રાફિક પીએસઆઇ એમ.બી. વિરજા અને તેમનો સ્ટાફ ખમાસા વિસ્તારમાં બીઆરટીએસમાં લોકો પ્રવેશે નહીં તે માટે કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન એક વાહનચાલક બીઆરટીએસ ટ્રેકમાં ઘૂસ્યા હતા. વાહન ચાલક વૃદ્ધ હતા અને ઉંમર પણ ખૂબ વધારે હતી. પોલીસ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી હતી ત્યારે વૃદ્ધ ઉશ્કેરાઈ ગયા હતા.
પોલીસે રોકતા જ વૃદ્ધ ગુસ્સામાં આવી ગયા હતા અને પોલીસને કેવી કામગીરી કરવી જોઇએ તે શીખવવા લાગ્યા હતા. તેમણે પોલીસને કહ્યું કે, ‘તમે ખોટી રીતે માણસોને હેરાન કરો છો, જે કરવાનું છે તે કરો ને’ બાદમાં તેમણે પોલીસને એવી પણ ધમકી આપી કે, ‘તમારા લોકો પર પથ્થરમારો થાય છે તે બરાબર જ છે.’ આટલું કહેતા જ શાંત રહેલી પોલીસ પણ ભડકી ઉઠી અને તેમને હવેલી પોલીસસ્ટેશન લઇ જવાયા હતા. જ્યાં ટ્રાફિક પોલીસે આરોપી સામે ગુનો નોંધાવતા હવેલી પોલીસે વૃદ્ધની અટકાયત કરી હતી.
BRTS કોરીડોરમા વાહન ચાલક વૃદ્ધને રોકતા પોલીસ ઉપર ગિન્નાયા

Recent Comments