લખનૌ,તા.૨૪
વીડિયો બનાવીને ખરાબ ખાવાની ફરિયાદ કરનાર બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુર યાદવ ફરી એક વખત હેડલાઇન્સમાં છે. તેજ બહાદુર હરિયાણાની ચૂંટણીને લગતી જાહેરાત અંગે ચર્ચામાં છે. તેજ બહાદુરે જાહેરાત કરી છે કે તે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સામે ચૂંટણી લડશે. આપને જણાવી દઇએ કે હરિયાણાની ૯૦ બેઠકો પર ૨૧ ઓક્ટોબરે મતદાન થવાનું છે.
તેજ બહાદુરે વીડિયો જાહેર કરતાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી આ વખતે યોજાનારી હરિયાણાની ચૂંટણીમાં ૭૫ પાર નારો આપી રહી છે પરંતુ તમે ૭૫ ની સામે માઈનસ મૂકી દો. તેજ બહાદુરે જાહેરાત કરી હતી કે તેઓ આ વખતે હરિયાણામાં રાજ્યના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સામે કરનાલથી ચૂંટણી લડશે.
બીએસએફના આ પૂર્વ જવાને મનોહરલાલ ખટ્ટર પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રવાદની વાત કરે છે, પરંતુ તેઓ એક પણ એવી વાત કહે જે તેમને રાષ્ટ્ર હિતમાં કરી હોય. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં બીએસએફમાંથી કાઢી મુકાયેલા જવાન તેજ બહાદુર યાદવે વારાણસીથી પીએમ મોદી સામે અરજી કરી હતી.
પૂર્વ BSF જવાન તેજબહાદુર હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટર સામે ચૂંટણી લડશે

Recent Comments