(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત થયા બાદથી બાબા રામદેવના પતંજલિ હેઠળ બીએસએફ માટે યોગશિબિરનું આયોજન થતું હતું પરંતુ છેલ્લા બે વર્ષથી આ શિબિર પતંજલિના બદલે સદુગુરૂ જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવી રહી છે. બીએસએફે હવે પતંજલિ સાથેનો પોતાનો જૂનો સંબંધ તોડી ઈશા ફાઉન્ડેશન સાથે કરાર કર્યા છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જગ્ગી વાસુદેવ સ્વયં શિયાચીન ખાતે સૈનિકોને તાલીમ આપતા નજરે ચઢયા હતા. બીએસએફના ડી.જી. કે.કે.શર્માએ જણાવ્યું કે ર૦૧૬માં બાબા રામદેવને ચાર હજાર સૈનિકોને તાલીમ આપી પરંતુ સેના હવે તેમની સેવાઓનો ઉપયોગ નથી કરતી. આ અંગે પતંજલિ યોગપીઠ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.