ગઈકાલે આપણે ડૉ.અલ્લામા ઈકબાલે લખેલું બુલબુલનું મહાકાવ્ય માણ્યું અને અબ્દુલ રહેમાન ચુગ્તાઈનું લાજવાબ ‘બુલબુલ’ ચિત્ર નિહાળ્યું. આજે બુલબુલની બહુ સુંદર જીવંત તસવીરોને માણીએ.
અહીં બુલબુલની કેટલીક તસવીરો રજૂ કરવામાં આવી છે જેમાં તેના અલગ-અલગ મૂડ આપણને જોવા મળે છે તે જે અદાથી પાંખો ફફડાવે છે, તે જે રીતે કોલાહલ કરીને વાતાવરણ ગૂંજવી મૂકે છે તે આપણા મનને તરોતાજા બનાવી દે છે. કોઈપણ પક્ષી પ્રેમી માટે બુલબુલની આ તસવીરો કોઈ ખજાનાથી ઓછી નથી.
પ્રથમ તસવીરમાં બુલબુલ કોઈ જીવજંતુનો શિકાર કરી રહી છે ત્યારે તેના ચહેરા પર એક અલગ જ પ્રકારનો જુસ્સો જોવા મળી રહ્યો છે.
બીજી તસવીરમાં બુલબુલ એક સુંદર મજાના વૃક્ષની ડાળી પર બેઠી છે. તસવીરકારે યોગ્ય ક્ષણે આ સુંદર તસવીર લીધી હોય તેવું લાગે છે.
બુલ બુલ

Recent Comments