(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૬
જામનગરના પંચવટી સોસાયટી ગૌશાળા નજીક આવેલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને બે લાખની રોકડ અને એક લાખના દાગીના ચોરી કરીને લઇ ગયા છે. મકાન માલિક બહારગામ ગયા હોય અને પાછળથી તસ્કરો ત્રાટકયા હતા, ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા એફએસએલની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. જામનગરના શરૂસેકશન રોડ આવીસ્કાર એપાર્ટમેન્ટ ફલેટ નં.૨૦૮મા રહેતા અને હોટલના ધંધા અર્થે અનિરૂદ્ધસિંહ સજુભા જાડેજા (ઉ.વ.૩૮) અને સીટી-બીમાં ગઇકાલે ફરિયાદ નોંધાવી હતી. જેની વિગત મુજબ ફરિયાદીના બનેવીનું મકાન પંચવટી સોસાયટી ગૌશાળા નજીક બ્રાક્ષ્ણ સમાજની વાડીની બાજુમાં જય બંગલા નામનું આવેલુ હોય દરમિયાન તેઓ બહારગામ ગયા હોય અને પાછળથી બંધ મકાનને અજાણ્યા શખ્સોએ નિશાન બનાવ્યું હતું. દરવાજાના તાળા તોડી અંદરથી બે લાખની રોકડ રકમ અને એક લાખની કિંમતના સોનાના દાગીના મળી કુલ ત્રણ લાખના મુદામાલની ઘરફોડ ચોરી કરી નાશી છુટયા હતા.