(એજન્સી) નવી દિલ્હી, તા.૭
દેશભરમાં ચકચાર જગાડનાર બુરાડી કાંડમાં ક્રાઈમ બ્રાંચને જબરી સફળતા મળી છે ક્રાઈમ બ્રાન્ચ આ પરિવાર સાથે જોડાયેલ તાંત્રિકને સકંજામાં લીધી છે આ તાંત્રિક એક મહિલા છે અને ભાટિયા પરિવારનું મકાન બનાવનાર કોન્ટ્રાક્ટરની બહેન છે. અત્રે ઉલ્લેખનીય છે કે , આ સામૂહિક આત્મહત્યાનાં મુખ્ય કાવતરાખોર પરિવારના નાના પુત્ર લલિતનાં મોત પહેલા પોતાના કોન્ટ્રાક્ટરને જ ફોન કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે , ભાટિયા પરિવાર સાથે આ ગીતા મા નામની મહિલા તાંત્રિકના સંબંધો રહ્યા છે. આ મહિલા તાંત્રિકનો દાવો છે કે તે ભૂતપ્રેત ભગાવે છે. પોલીસ હવે આ મહિલા તાંત્રિકની પૂછપરછ કરી રહી છે. પોલીસ હવે મહિલા તાંત્રિક પાસેથી તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે ભાટિયા પરિવારની આત્મહત્યાની યોજના અંગે કોઈ માહિતી હતી કે કેમ શું ક્યારે પણ લલિત અથવા પરિવારના કોઈ સભ્યએ આ પ્રકારનો કોઈ સંકેત આપ્યો હતો. પોલીસ તે પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ગીતાનો તંત્ર વિદ્યામાં કેટલો દખલ હતો.
ક્રાઈમ બ્રાંચની ટીમે ભાટિયા પરિવારના ઘરેથી ૯ સ્ટૂલ ઝડપ્યા છે. તેમાં ૮ મોટા સ્ટૂલ છે અને ૧ નાનું સ્ટૂલ છે. તે ઉપરાંત ગાળીઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ તાર પણ ક્રાઈમ બ્રાંચે જપ્ત કર્યો છે. પોલીસના અનુસાર પ સ્ટૂલનો ઉપયોગ ૯ લોકોએ સામૂહિક આત્મહત્યા માટે કર્યો હતો, જ્યારે એક સ્ટૂલનો ઉપયોગ પ્રતિભાએ કરવાનો હતો.
સીસીટીવી ફૂટેજ અનુસાર ૩૦ જૂને આશરે ૧૦ વાગ્યે પહેલીવાર આત્મહત્યા માટે સ્ટૂલ લાવવામાં આવ્યું હતું. પોલીસના અનુસાર સીસીટીવી વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બે મહિલાઓમાંથી એક સામૂહિક આત્મહત્યા પાછળની માસ્ટરમાઈન્ડ હોવાનું જણાવાઈ રહ્યું છે. જે લલિત ભાટિયાની પત્ની નીતુ છે. બંને મહિલાઓના હાથમાં ૬ સ્ટૂલ હતા જેનો ઉપયોગ ત્યારબાદથી આત્મહત્યા માટે કરવામાં આવ્યો હતો.
અત્યાર સુધીની તપાસમાં આ સમગ્ર મુદ્દો ધાર્મિક અંધવિશ્વાસનો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર અનુષ્ઠાન પાછળ પરિવારનાં નાના પુત્ર લલિતનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસને ઘરેથી લલિતની લખેલી ડાયરી અને રજિસ્ટર મળ્યા છે જેમાં મૃત્યુ પાછળના મહત્ત્વના રહસ્યો છુપાયેલા છે.
લલિતની ડાયરીમાંથી ખુલાસો થયો છે કે, જેના અનુસાર તેઓ મોતનું રિહર્સલ પણ કરતા હતા. મૃતક ભાટિયા પરિવારે ૩૦ જૂનની રાતથી ૬ દિવસ પહેલા સુધી ફંદા પર લટકવાનો અભ્યાસ કર્યો હતો. લલિત દ્વારા ૩૦ લખાયેલી ડાયરી દ્વારા તે વાતનો ખુલાસો થયો છે કે, પરિવારના મોતના ફંદા પર લટકતા પહેલા ૬ દિવસો સુધી તેની પ્રેક્ટિસ કરવામાં આવી હતી.