(એજન્સી) શ્રીનગર, તા.૭
શ્રીનગરના ડીજીપી શેશપૌલ વૈદના જણાવ્યા મુજબ બુરહાનવાનીના મોતને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યુવકોને રેલીઓ યોજતા અટકાવવા માટે સાવચેતીના પગલા લેતાં પોલીસે મોટર સાયકલો અને સ્કૂટર્સ જપ્ત કર્યા હતા. વૈદે આ અંગે કહ્યું હતું કે ૮ જુલાઈના રોજ ખીણમાં શાંતિ બનાવી રાખવા માટે પોલીસે તમામ સુરક્ષાના પગલાં લેશે. અમે સુલેહ-શાંતિ માટે અમારૂં શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રયત્ન કરીશું. દેખાવોના ભાગરૂપે બાઈકરેલીઓના ભય હેઠળ પોલીસે કાશ્મીરમાંથી મોટરસાયકલો અને સ્કૂટર્સ જપ્ત કર્યા હતા. જેની ૧૩ જુલાઈ બાદ તેઓ પૂછપરછ કરી શકે છે. કાશ્મીરના વિવિધ ભાગોમાં પોલીસ સ્ટેશન ખાતે હજારો બાઈકો અને સ્કૂટર્સ લાવવામાં આવ્યા હતા. ગઈકાલે ડઝનો બાઈકો અંવતીપોરામાંથી જપ્ત કરવામાં આવી હતી. પોલીસે હુરિયત કાર્યક્રમને ધ્યાનમાં લેતા જ્યાં સુધી અજય આદેશ ન આપે. ત્યાં સુધી ટેલિકોમ સર્વિસને કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવા કહેવામાં આવ્યું હતું. કાશ્મીરના આઈજી મુનીરખાને આ અંગે જણાવતાં કહ્યું હતું કે ૮ જુલાઈ સુધી ઈન્ટરનેટ સેવા બંધ રહેશે. ધ જોઈન્ટ રેસીસ્ટન્સ લીડરશિપ (જેઆરએલ)એ હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીની વરસી નિમિત્તે અઠવાડિયા સુધીનો લાંબો વિરોધ પ્રદર્શન કરવા જાહેરાત કરી હતી. કાર્યક્રમ અનુસાર ૮ અને ૧૩ જુલાઈ સુધી સંપૂર્ણ હડતાળ પાડવામાં આવશે. ૧૯૩૧માં રોયલ જેલની બહાર ડોગરા કિંગના સૈનિકો દ્વારા મારવામાં આવેલ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે ૧૩ જુલાઈ પસંદ કરવામાં આવી છે. ૮ જુલાઈ, ર૦૧૬ના રોજ અનંતાનગ જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળો દ્વારા બુરહાન વાની સહિત અન્ય બે સાથીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ત્યારબાદ ખીણમાં અશાંતિનું વાતાવરણ સર્જાયું હતું. મોટાપાયે બળવો પોકારવામાં આવ્યો હતો. સીઆરપીએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બુરહાનની વરસી સાથે અમરનાથ યાત્રા દરમિયાન આતંકી હુમલો ન થાય તે માટે વધારાની ર૦૦૦૦ સીઆરપીએફને યાત્રાળુઓની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે.