બાવળા,તા.૩૦
અમદાવાદ ગ્રામ્યના બગોદરાના ધંધુકા ત્રણ ૨સ્તા પર અમદાવાદ રેન્જના મહીપાલ સિંહ, વાહન ચેક કરતા એક શ્રીનાથ લખેલી ટ્રાવેલ્સ લકઝરી બસ નં. આરજે ૨૭ પીબી ૦૦૭૫ને થોભાવી તપાસ હાથ ધરી હતી. આ બસમાંથી સોફાની નિચે જુદી જુદી ત્રણ બ્રાન્ડનો દારૂ છુપાવીને લઇ જવાતો હતો. જે ઈંગ્લિશ દારૂની ૪૪૭ પેટી ૫૬૩૪ નંગ બોટલ કિં ૨૦,૪૪,૮૦૦નો અને બસ ૮,૦૦,૦૦૦ રોકડ ૮૦૦૦ મોબાઇલ નં ૨ કિ. ૪૦૦૦ મળી ૨૮,૫૬,૮૦૦ના મુદ્દા માલ સાથે રાજસ્થાન પાસિંગની શ્રીનાથ લખેલી ખાનગી ટ્રાવેલ્સ બસના ડ્રાઇવર શંકર લાલ પન્ના લાલજી ગાયરી (ઉ.વ.૩પ) (રહે. વાાગોલ જિ.નાથદ્વારા રાજસ્થાન) અને કંડકટર સુરેશ ચદ રામચંદ્ર ખટીક (ઉ.વ.૩૨) (રહે.ગીગુદા ગામ જિ.ઉદેપુર રાજસ્થાન)ની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.