(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
ઉત્તરપ્રદેશના મૈનપુરી જિલ્લામાં એક મોટો કાળમુખો અકસ્માત સામે આવ્યો છે. મૈનપુરીમાં પૂરપાટ ઝડપે જતી બસ પલટી ખાઈ જતાં ૧૭ લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે ૧ર લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ૧ર લોકો ઘાયલ થયા છે અને ૩ની હાલત ગંભીર છે. બસ ડ્રાઈવર ખૂબ જ ઝડપથી બસ હાંકી રહ્યો હતો, ત્યારે બસ ડિવાઈડર સાથે અથડાઈ ગઈ અને ત્યારબાદ પલટી ખાઈ ગઈ. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે બસ પલટી ખાઈ ગઈ છે, તે ખાનગી બસ હતી. જો કે દુર્ઘટનાની ભયાનકતા જોઈને આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સીએમ યોગીએ મૈનપુરીમાં બસ દુર્ઘટનામાં મુસાફરોના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના પરિજનો પ્રત્યે સહાનુભૂતિ પણ વ્યક્ત કરી છે. સાથે જ ઘાયલોની યોગ્ય સારવારના નિર્દેશ પણ આપ્યા છે.