(સંવાદદાતા દ્વારા) ઉના, તા. ર
ઉના તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી એસ.ટી બસ સુવિધા કોઈ પણ કારણોસર બંધ કરી દેતાં શાળાના વિદ્યાર્થીઓ ગામ લોકો મુશ્કેલીમાં મુકાય હતા. અને વાહન વ્યવહારના કારણે પરેશાની ભોગવતા હતા. આ બાબતે વહીવટી તંત્ર પાંસે ગામનાં સરપંચો સદસ્ય અને આગેવાનો રજૂઆતો કરવા છતાં મોટા ભાગના ગામડાઓમાં બસ સુવિધા શરૂ કરવામાં આવતી ન હતી. આ બાબતે વહીવટી તંત્ર અને અમરેલી જિલ્લા એસ.ટી.નિયામક સમક્ષ ઉના તાલુકાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશએ તાલુકાના ઉંદરી વયા વરશીગપુર, ફુલકા, કેસરીયા, સોનારી, કાજરડી સહિતના ગામના રૂટ પર નિયમિત દિવસ દરયાન બે વખત વિદ્યાર્થીઓને રેગ્યુલર શિક્ષણ મળી રહે અને સમયસર શાળાએ આવે સાથે ગ્રામ્ય વિસ્તારની જનતાને ધ્યાને રાખીને એસ.ટી બસ સુવિધા તાત્કાલિક શરૂ કરાવા રજૂઆતો કરી હતી. આ રજૂઆત અનુસંધાન ઉના એસ.ટી ડેપો મેનેજર એ ઉપરોક્ત ગામો વચ્ચે એસ ટી શરૂ કરાતાં ગામનાં આગેવાનો સરપંચો સદસ્ય વાલી વિધાથીઓમાં આનંદ છવાયો હતો અને બસ ડ્રાઈવર કંન્ડક્ટર તેમજ એસ.ટી ડેપો અધિકારીઓને આવકારીને સંન્માન કરી બસ સેવા નિયમિત રાખી સહકારની ભાવના વ્યકત કરી હતી.