(એજન્સી) તેજપુર, તા.૩૦
સીએએ કાનૂનનો વિરોધ કરી રહેલા આસુના પ્રદર્શનકારીઓએ તેજપુર-ધોટામારી રાષ્ટ્રીય રાજમાર્ગ જામ કરી દીધો હતો, જેથી આસામના નાણામંત્રી હિમંત બિસ્વા શર્માને પાંચ કિ.મી.નો રસ્તો પસાર કરવા હેલિકોપ્ટર સેવાનો ઉપયોગ કરવો પડ્યો. પ્રદર્શનકર્તાઓએ સીએએ કાનૂન વિરૂદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર અને પ્રદર્શન કરી ધોરીમાર્ગ જાર કરી દીધો હતો, જેથી મંત્રીનો કાફલો ત્યાંથી પસાર થઈ શકયો ન હતો. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર મારફતે કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ભાજપના સ્વ. ધારાસભ્ય રાજન બોરઠાકુરને શ્રદ્ધાંજલિ અર્પના મંત્રી જઈ રહ્યા હતા, ત્યારે પ્રદર્શનકારીઓએ તેમને રોકયા હતા. તેજપુર સાંસદ વલ્લભ લોચનદાસના નેતૃત્ત્વ હેઠળ રંગપુરામાં સ્થાનિક ભાજપના કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિ સમારોહ આયોજિત કરાયો હતો. આસામ સાથે આખા દેશમાં સીએએ કાનૂનનો વિરોધ થઈ રહ્યો છે. સ્થાનિક પાર્ટી એએએસયુ લગાતાર વિરોધ કરી રહી છે, તેમજ રેલીઓ યોજી રહી છે. દિલ્હીમાં પણ તેનો વિરોધ થઈ રહ્યો છે, તેથી કેન્દ્ર સરકારે સંકેત આપ્યો છે કે, સરકાર સીએએ કાનૂન અંગે વાતચીત કરવા તૈયાર છે. આસામના મંત્રીને કાર્યક્રમ સ્થળે પહોંચવા હેલિકોપ્ટર સેવા લેવી પડી હતી.