(એજન્સી) તા.૧૭
નાગરિકતા સંશોધન કાયદાની વિરૂદ્ધ જામિયા મિલ્લિયા ઈસ્લામિયા વિરોધ પ્રદર્શન પછી ઉપજેલા તણાવના કારણે યુનિ.માં ઓચિંતિ રજા જાહેર કરવાના કારણે નિરાશ વિદ્યાર્થીઓએ સોમવારે કેમ્પસ છોડીને જવાનું શરૂ કરી દીધું છે. નસીર અહેમદ અને સાહિલ વારસી જેવા તમામ વિદ્યાર્થીઓ માટે પાછલા બે દિવસમાં થયેલો ઘટનાક્રમ કરિયનની ઉડાન માટે જોરદાર આંચકાથી ઓછું નથી. નસીર અને વારસીની જેમ જામિયાના કેટલાક વિદ્યાર્થીઓએ રજામાં ઈન્ટરશીપ અને નોકરી માટે ઈન્ટરવ્યુ દેવાનો કાર્યક્રમ બનાવી લીધો હતો પરંતુ શનિવારે અને રવિવારે યુનિ.માં પોલીસ કાર્યવાહી પછી આ વિદ્યાર્થીઓની રજાઓની તમામ યોજના પર પાણી ફરી વળ્યું છે. એમસીએના વિદ્યાર્થી નાસીર અને વારસીને ક્રિસમસ સમયે ઠંડીની રજામાં એક કંપનીમાં ઈન્ટરશીપ માટે જવાનું હતું પરંતુ હવે યુનિ.માં પાંચ જાન્યુઆરી સુધી રજા દરમિયાન બિહાર સ્થિતિ પોતાના ઘર જવું પડી રહ્યું છે. નાસીરે જણાવ્યું કે, યુનિ. તંત્રએ વિદ્યાર્થીઓની સુરક્ષાનો હવાલો આપતાં હોસ્ટેલમાં ના રહેવાની મૌખિક રીતે સલાહ આપી છે. ભૌતિક વિજ્ઞાનમાં એમએસસી કરી રહેલા અતાઉર્રહમાન માટે આ દૃશ્ય કોઈ દુર્ઘટનાથી ઓછું નથી કારણ કે તેમને એક ખાનગી શૈક્ષણિક સંસ્થાએ શિક્ષકની નોકરી પર રાખતા પહેલાં ૧પ દિવસ સુધી વિદ્યાર્થીઓને ટ્રાયલ કલાસમાં ભણાવવાની તક આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ ઠંડીની રજાનો ઉપયોગ નોકરી મેળવવાના પોતાના પ્રયાસોને સફળ બનાવવામાં કરવા ઈચ્છતા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ ઠંડીની રજા ર૬ ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરી સુધી થવાની હતી. શનિવારની ઘટના પછી યુનિ.એ ૧૬ અને ર૧ ડિસેમ્બરે થનારી પરીક્ષાઓ રદ કરી ૧પ ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરી સુધી રજા જાહેર કરી દીધી. વિજ્ઞાન સ્નાતકની વિદ્યાર્થીની સાઈસ્તાએ જણાવ્યું કે, તેમણે રવિવારે ગર્લ્સ હોસ્ટેલમાં પોલીસ કાર્યવાહી પછી હોસ્ટેલ છોડીને બિજનૌર સ્થિત પોતાના ઘર જવું પડી રહ્યું છે. સાઈસ્તાએ જણાવ્યું કે, હાલમાં હોસ્ટેલમાં રહેવું સહેજ પણ સુરક્ષિત નથી ત્યાં સુધી તેમને યુનિવર્સિટી પરિસરની બહાર જ રાહ જોવી પડશે. આ દરમિયાન જામિયા વિસ્તારમાં અફવાઓનું બજાર પણ ખૂબ જ ગરમ છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, સવારથી બે વખત જામિયા મેટ્રો સ્ટેશન પર મેટ્રો ટ્રેનના રોકવાની ખોટી માહિતી નિષ્ફળ થઈ ચૂકી છે. તેનાથી પોતાના ઘર જઈ રહેલા વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન યુનિ.ના કુલપતિ નઝમા અખ્તરે પોલીસ કાર્યવાહીમાં કોઈપણ વિદ્યાર્થીના મૃત્યુની સૂચનાઓને નકારતા અફવાઓ ફેલાવવાથી બચવા અને અફવાઓ પર ધ્યાન ના આપવાની અપીલ કરી છે. યુનિ.ના કુલ સચિવ એ.પી.અખ્તરે જણાવ્યું કે, જામિયા પરિસરમાં વિદ્યાર્થીઓને મેટ્રો સહિત અવરજવરના અન્ય જરૂરી સાધનોની ઉપલબ્ધતા વિશે સત્તાવાર રીતે સૂચનાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, યુનિ.ના વરિષ્ઠ અધિકારીઓએ દિલ્હી પોલીસ સાથે વાતચીત કરી આંદોલન દરમિયાન કસ્ટડીમાં લેવામાં આવેલા પ૦થી વધુ વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન આઈઆઈટી દિલ્હીના પૂર્વ પ્રોફેસર વી.કે.ત્રિપાઠીએ જામિયા મેટ્રો સ્ટેશનની બહાર વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને અપીલ કરવાની સાર્થક પહેલ શરૂ કરી છે. પ્રો.ત્રિપાઠી વિદ્યાર્થીઓને શાંતિ જાળવવા અને સંયમ રાખવાની અપીલ કરતાં નાગરિકતા સંશોધન કાયદા સહિત વિવાદનું કારણ બની રહેલા અન્ય વિષયો પર વાતચીત કરી વિદ્યાર્થીઓના ગુસ્સાને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.