(એજન્સી) હરિદ્વાર, તા.૧૭
પાકિસ્તાનના કરાંચીથી આવેલા હિન્દુ શ્રદ્ધાળુઓનું એક જૂથ હરિદ્વાર ગંગા સ્નાન અને મંદિરોના દર્શન માટે પહોંચ્યું છે. તેમનું કહેવું છે કે પાકના હિન્દુઓ પ્રતિ વિઝા આપવામાં ભારત સરકારે સહાનુભૂતિ બતાવવી જોઈએ. વિઝા માટે તેમને થનારી મુશ્કેલીઓને ખતમ કરી સરળીકરણ કરવામાં આવે.
સીએએના સવાલ પર તેમણે આને માત્ર રાજકીય સ્ટંટ કહ્યું. બધા શ્રદ્ધાળુઓએ કહ્યું કે તે પાકમાં ઘણા ખુશ છે. તેઓને ત્યાં કોઈ તકલીફ નથી. હિન્દુસ્તાન (સમાચાર પત્ર)એ રવીવારે પાક હિન્દુ શ્રદ્ધાળુઓથી ખાસ વાતચીત કરી. જૂથમાં સામેલ વૃદ્ધોથી લઈને બાળકો સુધીની જીભ પર માત્ર એક જ વાત હતી કે પાકિસ્તાનથી ભારતમાં ગંગા દર્શન અને તીર્થ યાત્રા આવવા માટે વિઝા ઓન અરાઈવલ આપવામાં આવે. વચમાં એજન્ટોના હસ્તક્ષેપ બંધ કરવામાં આવે. તેમણે કહ્યું કે પાકમાં હિન્દુ પરિવારોના શોષણની વાત નિરાધાર છે. પાકિસ્તાન બન્યા પછી અમારો પરિવાર ત્યાં રહેતો આવ્યો છે. બધા ધર્મના લોકો એક જેવા નથી હોતા. બધાની સાથે રહીને એકબીજાના તહેવાર અને પારિવારિક સમારંભોમાં સામેલ થઈએ છીએ. માત્ર કેટલાક લોકો રાજકીય કારણને પરસ્પરના સંબંધોમાં ઝેર પીરસવાનું કામ કરે છે. કરાંચી સ્થિત સુલ્તાનાબાદ નવા હાજી કેમ્પ ક્ષેત્રના ૪૪ હિન્દુ શ્રદ્ધાળુઓનો જથ્થો શનિવાર સાંજે કનખલ સ્થિત એક ધર્મશાળા પહોંચ્યો. ગત ૧૩ ફેબ્રુઆરીએ પાકથી ભારત માટે રવાના થયો હતો. વાઘા બોર્ડર પહોંચ્યા બાદ અમૃતસરથી બસ દ્વારા હરિદ્વાર પહોંચ્યા.