(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
ભેસ્તાન આવાસ પાંજરાપોળ નજીક સ્ટાર મેડિકલની બાજુમાં આવેલી કેબિન રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ સળગાવી દેવામાં આવી હતી. અંગત અદાવતમાં કેબિન સળગાવી દેવામાં આવી હતી.
ડિંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસમાં રહેતા અબ્દુલ રશીદ અબ્દુલ અઝીઝ શેખની ઈલેક્ટ્રીક સામાન વેચવાની કેબિન આવેલી હતી. અંગત અદાવતમાં ભેસ્તાન આવાસમાં જ રહેતા રફીક બબાલ નામના વ્યક્તિએ દોઢેક મહિના અગાઉ ધમકી આપી હતી. બાદમાં બુધવારની રાત્રે ઈલેક્ટ્રીક કેબિનની દુકાનને આગ લગાડી નુકસાન કર્યું હતું. અગાઉ અમાન તુલ્લા શેખએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આગની ઝપેટમાં અન્ય વસ્તુઓ ન આવતાં મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ હતી. હાલ સમગ્ર મુદ્દે ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.