(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
કર્ણાટકના મેંગલુરૂમાં એક પુલ પરથી પ્રસિદ્ધ કેફે કોફી ડે (સીસીડી) કાફેના માલિક વી જી સિદ્ધાર્થ ઓચિંતા લાપતાં થયાં હોવાના અહેવાલોથી રાજ્યના રાજકીય અને ઉદ્યોગ જગત ચોંકી ઉઠ્યું છે. દક્ષિણ કન્નડના જિલ્લા કમીશનર શશીકાંત સેંથીલને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે અમે વ્યાપક તપાસ અને શોધખોળ કામગીરી કરી રહ્યા છીએ. કોસ્ટગાર્ડ અને એનડીઆરએફ સાથે આઠ ટીમો શોધખોળ કરી રહી છે. નેવી પાસેથી પણ અમે સમર્થન માગ્યું છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ વિદેશમંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ કે વી જી સિદ્ધાર્થે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. વી જી સિદ્ધાર્થ છે. લાપતા થયા પહેલા સિદ્ધાર્થ દ્વારા લખવામાં આવેલા એક પત્રમાં તેમણે આવકવેરા સત્તાવાળાઓ દ્વારા તેમને પરેશાન કરવામાં આવતું હોવાનો આવક વેરા સત્તાવાળાઓ સામે આરોપ મૂક્યો છે. કેફે કોફી ડે કંપની પર ૭ હજાર કરોડનું દેવું હોવાથી ગુમ થયા હોવાની વાત છે. જો. સિદ્ધાર્થ મેંગલોર નજીકની નેત્રાવતી નદી પાસેથી લાપતાં થયા છે. આ ઘટનાની ગંભીરતાને જોતાં કર્ણાટકના નવા મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ એસએમ કૃષ્ણાના આવાસ પર પહોંચ્યા હતા. નેત્રાવતી નદીમાં દ્ગડ્ઢઇહ્લ અને કોસ્ટ ગાર્ડની સાથે મરજીવાઓની ટીમ દ્વારા પણ સિદ્ધાર્થની શોધ કરવામાં આવી રહી છે જોકે, હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. મેંગ્લોર પોર્ટ અને નદીના મુખ પાસે આ ટીમો હોવરક્રાફ્ટ (ૐ-૧૯૮) સાથે તપાસ કરી રહી છે. આ ટીમોમાં ૩ મરજીવાઓની ટીમનો પણ સામેલ કરવામાં આવી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ ગુમ થયા પહેલા સિદ્ધાર્થે પોતાના સીએફઓ સાથે ફોન પર વાત કરી હતી. એક અહેવાલ મુજબ કોફી કેફે ડે પર ૭ હજાર કરોડની લોન છે. પોલીસને શંકા છે કે લોનના કારણે સિદ્ધાર્થે આત્મહત્યા કરી લીધી હશે. મેંગલુરૂ પોલીસ કમિશ્નરે જણાવ્યું કે સિદ્ધાર્થ બેંગલુરૂથી એમ કહી નીકળ્યા હતા કે તેઓ સકલેશપુર જઇ રહ્યાં છે, પરંતુ રસ્તામાં પોતાના ડ્રાઇવરને મેંગલુરૂ જવાનું કહ્યું. આમ રસ્તામાં નેત્રાવતી નદીના પૂલ પર પહોંચીને સિદ્ધાર્થ કારમાંથી ઉતરીને પોતાના ડ્રાઇવર બસવરાજ પાટિલને જવા કહ્યું હતું. સિદ્ધાર્થે છેલ્લે પોતાના સીએફઓ સાથે વાત કરી હતી. ત્યારબાદ સિદ્ધાર્થનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઇ ગયો. સિદ્ધાર્થ જે જગ્યા પરથી ગુમ થઇ ગયા હતા ત્યાં નદી છે, પોલીસ હાલમાં ત્યાં સર્ચ ઓપરેશન કરી રહી છે. સિદ્ધાર્થે પોતાના પત્રમાં આઇટી વિભાગના એક પૂર્વ ડીજી પર પ્રતાડનાનો આરોપ પણ મૂકયો છે. તેમણે કહ્યું કે એક પૂર્વ ડીજી એ તેમના શેર્સને બે વખત એટેચ કર્યો તેનાથી માઇંડટ્રીની સાથે તેમની ડીલ બ્લોક થઇ ગઇ અને પછી કૉફી ડેના શેર્સની જગ્યા લઇ લીધી, જ્યારે સંશોધિત રિટર્ન્સ તેમની તરફથી ફાઇલ થઇ ચૂકયું હતું. સિદ્ધાર્થે તેને અનુચિત ગણાવ્યું છે અને લખ્યું છે કે તેના લીધે પૈસાની અછત ઉભી થઇ હતી. સિદ્ધાર્થે પત્રમાં સ્પષ્ટતા કરી છે કે તેમનો હેતુ કોઇને પણ દગો આપવાનો અને ગુમરાહ કરવાનો નહોતો. તેમણે પોતાને જ એક અસફળ આંત્રપ્રિન્યોર ગણાવ્યા છે અને આશા વ્યક્ત કરી છે કે તેમને સમજે અને માફ કરી દેવામાં આવશે.

‘ભારત લાઇસન્સ રાજમાંથી ઇન્સ્પેક્ટર રાજમાં આવી ગયું’ : આઇટી અધિકારીઓ દ્વારા સીસીડી બોસ સિદ્ધાર્થની પજવણી અંગે બાયોકોનના કિરણ શૉએ કહ્યું

કેફે કોફી ડેના સ્થાપક અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એસએમ કૃષ્ણાના જમાઇ વીજી સિદ્ધાર્થ ૨૪ કલાકથી પણ વધુ સમયથી લાપતા થયા છે ત્યારે બાયોકોનના સીએમડી કિરણ મજુમદાર શૉએ ભારતમાં નાણાકીય તપાસની વર્તમાન વ્યવસ્થા સામે પ્રહાર કરતા જણાવ્યું કે આપણે લાઇસન્સ રાજમાંથી ઇન્સપેક્ટર રાજમાં આવી ગયા છીએ અને આ વ્યવસ્થા ભારતીય ઉદ્યોગ જગતને ગંભીર રીતે પરેશાન કરી રહી છે. લાપતા થયેલા સિદ્ધાર્થે તેમના છેલ્લા પત્રમાં લખ્યું છે કે ઇનકમ ટેક્સના ભૂતપૂર્વ ડીજી દ્વારા તેમને પરેશાન કરવાનો આરોપ મુક્યો છે. ઇનકમ ટેક્સના ભૂતપૂર્વ ડીજી દ્વારા તેમની ભારે પજવણી કરવામાં આવી હતી. પૂર્વ ડીજી એ તેમના શેર્સને બે વખત એટેચ કર્યો તેનાથી માઇંડટ્રીની સાથે તેમની ડીલ બ્લોક થઇ ગઇ અને ત્યાર પછી કૉફી ડેના શેર્સના ભાવ ગગડી ગયા હતા.