(એજન્સી) ટૉરંટો,તા.૧૧
કેનેડાના પૂર્વમાં સ્થિત ફ્રેડેરિકટન શહેરમાં ગોળીબારની ઘટના સામે આવી છે. આમ ચાર લોકોના મોત થયા છે. પોલીસે નાગરિકોને તેમના ઘરે રહેવાની ચેતવણી આપી છે અને સાથે દરવાજાઓને લોક કરવા કેહવામાં આવ્યું છે અને પ્રવાસ કરી રહેલા લોકોને રિંગ રોડની નજીક બ્રૂકસાઈડ ડ્રાઇવ નામના વિસ્તાર પાસે ન જવાની ચેતવણી આપવામાં આવી છે.