(એજન્સી) ટોરંટો, તા.૧૩
કેનેડા શાસક પક્ષના ભારતીય મૂળના સાંસદ ઉપર સ્ટાફના કર્મચારીએ જાતિય શોષણના આક્ષેપો મૂક્યા છે.
ર૦૧પની ફેડરલ ચૂંટણીઓમાં દર્શન કાંગ પહેલી વખત ત્યાંની લોકસભામાં પહેલી વખત ચૂંટાયા હતા. અલ્બેટા પ્રાંતના કાલગેરી સ્કાયબ્લૂ મત વિસ્તારમાંથી એ ચૂંટાયા હતા. એમની ઓફિસમાં કાર્યરત કર્મચારીએ જાતિય શોષણના આક્ષેપો મૂક્યા છે.
સરકારની મુખ્ય કચેરીના માનવ સંસાધનના વડા પિએરે પેરેન્ટે જણાવ્યું કે હું આ મામલાની તપાસ કરી રહ્યો છું. આ સમાચાર ઓટાવાના હિલ ટાઈમ્સે આપ્યા હતા. તેમાં પેરેન્ટના નિવેદન બાબતે જણાવાયું હતું.
કેનેડાના ઘણા બધા માહિતી આપનાર વડાપ્રધાન કચેરીના અધિકારીઓ આ બાબતે કોઈ નિવેદન આપતા નથી અને બધી માહિતી માનવ સંસાધન મંત્રાલય પાસેથી મળશે એવું કહીને ટાળી રહ્યા છે. કાંગાની ઓફિસ તરફથી પણ કોઈ સ્પષ્ટતા મળી નથી.
કેલગેરી પોલીસ વિભાગે જણાવ્યું છે કે અમારી પાસે હજી કોઈ અધિકૃત ફરિયાદ આવી નથી. ફરિયાદ આવ્યેથી અમે પગલાં લઈશું.
૬૬ વર્ષીય કાંગ ભારતમાં જન્મેલ છે અને ૧૯૭૦માં કેનેડા સ્થાયી થયા હતા. બે એ પ્રાંતિય ચૂંટણીઓમાં વિજયી થયા હતા. એ પછી પહેલી વખત લોકસભામાં ઉમેદવારી કરી ચૂંટાયા હતા. એમણે ઈન્દોરની યુનિ.માંથી પ્રિ મેડિકલની ડિગ્રી મેળવી હતી. એ પછી એ રિયલ એસ્ટેટના ધંધા સાથે જોડાયા હતા.