“ભૂવા નગરી” બની ગયેલ અમદાવાદમાં હવે ચોમાસામાં ભૂવા પડવા એ કોઈ નવી વાત નથી ત્યારે માત્ર ચાર ઈંચ જેટલા વરસાદમાં અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મોટો ભૂવો પડ્યો હતો ત્યારે ‘પાડાના વાંકે પખાળીને ડામ’ તે ન્યાય મુજબ તંત્રના વાંકે પડેલ આ ભૂવામાં એક કાર ઘૂસી ગઈ હતી ત્યારે શહેરમાં અનેક સ્થળોએ પણ ભૂવા પડ્યા છે ત્યારે આ ભૂવો તંત્રની ભૂલ છે અને તેની સજા ઘણીવાર નાગરિકોએ ભોગવવી પડે છે.