સુરત, તા.૧૨
વરાછા ફ્લાય ઓવર બ્રીજ ઉપર હિરાબાગથી બરોડા પ્રિસ્ટેજ જતી વખતે અચાનક દોડતી કારમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ ચાલકે તાત્કાલિત બ્રીજના ઉપર કાર થોભાવી સુરક્ષિત બહાર નીકળીને ફાયર વિભાગને જાણ કરી હતી. હ્યુન્ડાઇ એસેન્ટ કાર નં.જીજે-૫સીએફ-૭૪૯૨ નંબરની કારના ચાલક ભાવેશ નાગજી જાઘાણી દ્વારા ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિત ફાયરની ટીમ બ્રીજ ઉપર દોડી આવી હતી. કારના બોનેટમાં કોઈ કારણસર લાગેલી આગ કાબુમાં આવી હતી. આગ અને પાણીથી કારના એન્જિનને નુકસાન થયું છે.