(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
શહેરના ઉધના સાઉથ ઝોન પાસે કાર મોડી રાત્રે ઝાડ સાથે ધડાકાભેર અથડાતા કારનો કચ્ચરધાણ થઇ ગયો હતો. કારમાં કોણ હતું, કોને ઇજા થઇ તેમજ કારમાં કોણ કોણ માં સવાર તેઓ ગાયબ થઇ ગયા હતા, તે અંગે કાંઇ જાણ નથી. એટલું જ નહીં કાર ઉપર પોલીસનો બલ્યુ અને રેડ કલરનો લોગો છે છતાં ઉધના પોલીસ પાસે કાર અંગેની કોઇ માહિતી નથી. આ કાર આગળ દારૂ ભરેલી કોઇ કારનો પીછો કરી રહી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઉધના વિસ્તારના સાઉથ ઝોન પાસે મોડી રાત્રે અઢીથી ત્રણ વાગ્યાના સુમારે સફેદ રંગની સ્વીફ્ટ કાર (નંબર. જીજે-૫-સીએમ ૧૬૬૧) ધડાકા સાથે અથડાઇ ગઇ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો કચ્ચરધાણ થઇ ગયો હતો. આ ઘટના અંગે સ્થાનિક વોચમેને પોલીસને જાણ કરી હતી. જેથી સવારે ઉધના પોલીસ મથકના પીઆઇ પરમાર સહિત ડી-સ્ટાફના માણસો સ્થળ ઉપર પોલીસે કારની તપાસ કરતા તેમાં કોઇ હતું નહીં. તેમજ પોલીસે જણાવ્યું હતું કે, કાર કોની છે ? કારમાં કોણ હતું ? કે, કાર કોઇ બુટલેગરની કારનો ફિલ્મી દૃશ્યની જેમ પીછો કરી રહી હતી. ત્યારે ઝાડ સાથે અથડાઇ ગઇ હતી. એટલું જ નહીં કાર ઉપર પોલીસનો બલ્યુ અને લાલ કલરનો લોગો પણ છે. વધુમાં આ કાર કછોલી ગામના રહેવાશીની છે. પોલીસ કાર અંગે આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.