મોરબી, તા. ૧૮
મોરબી જિલ્લાના વાંકાનેર નજીક કાર પાસે વિસ્ફોટ કરી ખંડણી માંગવાના પ્રકરણના બે આરોપીઓ પાસેથી એસઓજી પોલીસે વધારાનો સ્ફોટક જથ્થો પકડી પાડી વધુ ૩ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે આ પ્રકરણમાં વધુ ૩ આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચના અને માર્ગદર્શન હેઠળ વાંકાનેર નજીક ખંડણી કેસમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલવા મોરબી એસઓજી પોલીસના પી.આઈ સાટી સહીતના સ્ટાફે વાંકાનેર નજીક કાર પાસે વિસ્ફોટ કરી મોરબીના વેપારી પાસેથી ખંડણી માંગનાર આરોપીઓમાં હિતેશભાઈ જસમતભાઇ ગામી અને ઘનશ્યામભાઈ કચરાભાઈ વરમોરાની ધરપકડ કરીને બંને આરોપીઓના રિમાન્ડ દરમિયાન વિસ્ફોટ કરવામાં આવેલ સ્ફીટક પદાર્થ જીલેટીન સ્ટીક ટોટા કુલ નંગ.૪ તથા ઇલેકટ્રોનિક ડેટોનેટર કુલ નંગ.૧ર નવી પીપળી ગામના વુદાવન પાર્ક વોકળામાથી કબજે કરી જે મુદામાલ આરોપી ધીરૂભાઈ મોહનભાઈ વાસાણી જાતે.કોળી રાયાભાઈ નરશીભાઈ વાસાણી ૨હે.બંને અમરાપુર તા.વિછીયા જી.રાજકોટ વાળાઓએ ગેરકાયદેર રીતે વેચાણ કરી આપેલ હોય તેમજ આરોપી દેવાભાઈ પોપટભાઈ રાજપરા જાતે કોળી રહે.વિછીયા ઉગમણી બારી વિંછીયા જી.રાજકોટ વાળાઓએ એક્સપ્લોઝીવ લાયસન્સની શરતોનો ભંગ કરી કુવો ગાળવા માટે શોર્ટ ફાયરનું લાયસન્સ ન હોવા છતા તમામ જથ્થો એક સાથે ગેરકાયદેસર રીતે સોંપી વેચાણ કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યાનું ફ્લીત થતા કુલ પાંચ આરોપીઓ વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી સ્ફોટક અધિનિયમ મુજબ તમામ આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.