(એજન્સી) તા.રપ
કેન્દ્રની મોદી સરકાર દ્વારા પીસ ઝોનમાં તૈનાત સુરક્ષાદળોને મફત રાશન આપવાના નિર્ણય પર રોક લગાવ્યા બાદ એક સૈન્ય અધિકારીએ સરકારને નોટિસ મોકલાવી દીધી છે. અધિકારીએ સંરક્ષણ સચિવ સંજય મિત્રાના માધ્યમથી નોટિસ મોકલાવી છે. નોટિસમાં આ નિર્ણયને ૬૦ દિવસમાં પાછો ખેંચવા ધમકી આપવામાં આવી છે. રાજસ્થાનમાં સેનાના લીગલ વિંગમાં ડેપ્યુટી જજ કર્નલ મુકુલ દેવે આ નોટિસ કેન્દ્ર સરકારને મોકલાવી છે. કેન્દ્ર સરકારે જુલાઈ મહિનાથી જવાનો માટે મફત રાશન આપવાને બદલે ૯૬ રૂપિયા દરરોજના હિસાબે રોકડા આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય વિરૂદ્ધ મુકુલ દેવે નોટિસ આપી છે અને માગણી કરી છે કે જો આ નિર્ણય નહીં બદલાવામાં આવે તો તે કોર્ટ જશે. શાંતિપૂર્ણ અને મેદાની વિસ્તારોમાં તૈનાત સેનાના જવાનોને મફત રાશન મોકલવામાં આવે છે. એક જાણીતા મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કર્નલે કહ્યું કે ૧ જુલાઈના રોજ મોકલેલ નોટિસમાં તેમણે કહ્યું છે કે રાશનને બદલે રોકડાની જોગવાઈ કાયદામાં નથી. આ ગેરકાયદેસર આદેશ મારી સેવાના પાયાના નિયમો અને શરતોનું ભંગ કરે છે તે ઉપરાંત કર્નલ દેવે કહ્યું કે સિવિલ પ્રક્રિયા સંહિતાની કલમ ૮૦ હેઠળ તે સંયુક્ત રાષ્ટ્ર સેવા આયોગની જાહેરાતની સંરક્ષણ સેવા પરીક્ષા પાસ કરીને ૧૯૮૮માં સેનામાં જોડાયા હતા. નોટિફિકેશનમાં સ્પષ્ટરૂપે લખવામાં આવ્યું હતું કે સેવાની અન્ય શરતો અને શરતો ઉપરાંત મફત રાશનની જોગવાઈ કરાઈ હતી. મફત રાશનને બદલે રોકડની કોઈ જોગવાઈ કરવામાં આવી ન હતી. રિપોર્ટસ મુજબ સેનાના અનેક અધિકારીઓ આ નિર્ણય અંગે વિરોધ વ્યક્ત કરી ચૂક્યા છે. અધિકારીઓનો મત છે કે મફત રાશન એક નાના પરિવારના ખોરાકની દરેક જરૂરિયાતો પૂર્ણ કરે છે પરંતુ રોકડાથી વાત બનશે નહીં. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાતચીતમાં બ્યૂટિનેન્ટ જનલર એસપીએસ કટેવાએ પણ જણાવ્યું કે ૯૬ રૂપિયા એટલા ઓછા છે. બજારના ભાવ સાથે તેની સરખામણી કરીએ તો તે ખૂબ જ ઓછા છે. મારા મતે લગભગ રપ૦ રૂપિયા તો આપવા જોઈએ.