(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૭
શહેરના પુણા વિસ્તારના આઇમાતા રોડ પર કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા નજીકમાં ઉભેલી રિક્ષામાં કાર ઘુસી જતાં રિક્ષા ચાલકનો બચાવ થયો હતો.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પુણા વિસ્તારના આઈમાતા રોડ પર ડીઆર વર્લ્ડ નજીક પટેલ પર્ફ્યુમ સર્કલ પાસે એક્સિડન્ટ સર્જાયો હતો. ફૂલ સ્પીડમાં જઈ રહેલા કાર (જીજે ૦૫ જે એન ૮૧૯૬) ચાલકે ગાડીના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર પલટી મારી ગઈ હતી. સદનસિબે કાર ચાલકને નાની મોટી અંદરૂની ઈજા થઈ હતી. જ્યારે હોન્ડા જાઝ કાર પલટી તેની નજીકમાં જ રિક્ષા ચાલકનો બચાવ થયો હતો. જોેકે પલટી મારી ગયેલી કારને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં અને મોબાઈલમાં વીડિયો બનાવવા લાગ્યાં હતાં.