અમદાવાદ, તા.પ
દિવાળીના તહેવારોમાં જ બેંકોમાં નાણાં ઉપાડવા જતા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, બેંકોમાં નાણાંની અછતને બેંકો અને મોટાભાગના એટીએમ કેશલેસ બની ગયા છે. ત્યારે તમામ બેંકો અને એટીએમમાં રોડકની વ્યવસ્થા તાત્કાલિક કરવા માટે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા આરબીઆઈને રજૂઆત કરાઈ છે.
દિવાળીના તહેવારોમાં બેંક ગ્રાહકો હેરાન પરેશાન થાય છે. માનસિક અને શારીરિક ત્રાસ ભોગવી રોકડ નાણાં ઊપાડવા બેંકોમાં સતત ધક્કા-ધુક્કી ખાય છે. બેંકોમાં રોકડ નાણાંની ભારે અછત છે, મોટાભાગના એટીએમ કેશલેસ છે. ક્રેડિટ કાર્ડ અને ડેબીટ કાર્ડ ધારક ગ્રાહકોના એટીએમમાંથી રોકડ પેમેન્ટ મળતું નથી. બેંક મેનેજમેન્ટ રોકડ નાણાંની પુરતી અને યોગ્ય વ્યવસ્થા કરવા સંપૂર્ણ નિષ્ફળ નિવડ્યા છે. દિવાળીના તહેવારોમાં બેંક ગ્રાહકોમાં રોકડ નાણાંની વ્યાપક અને ખૂબ માંગ છે. બીજી બાજુ બેંકોમાં પથી ૬ દિવસોની સતત રજાઓ છે. દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓ પ્રવાસના શોખીન હોય છે. બેંકોમાં રજાઓ હોવાથી અને તહેવારોમાં ખર્ચાઓ અને વ્યવહાર સાચવવા રોકડની અતિશય આવશક્યતા હોય છે ત્યારે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે આરબીઆઈ અને બેંકના સત્તાવાળાઓનું ધ્યાન દોરી રજૂઆત કરી છે કે, તમામ બેંકોમાં અને એટીએમમાં રોકડ નાણાંનો તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ. આરબીઆઈ અને બેંકના કેટલાક કર્મચારીઓ પ્રતિવર્ષ ગ્રાહકોની રોકડની જરૂરિયાતનો ગેરલાભ ઊપાડવા ચલણી રોકડનાણાંના કાળા બજાર કરે છે. બેંકોમાં અને આરબીઆઈમાં છેલ્લા એક અઠવાડિયાથી લાંબી કતારો સામાન્ય બની ગઈ છે. રૂા.૧,પ૧,૦ર,૦પ૦ અને રૂા.૧૦૦ની નવી નક્કોર ચલણી નોટોના બેફામ અને બેરોકટોક કાળા બજાર થાય છે. પોલીસ અને બેંક સત્તાવાળાઓ કદાપી કાળાબજારીઓને પકડતા નથી, કેસ કરતા નથી જેનાથી ગેર વહીવટ અને ભ્રષ્ટાચાર પ્રર્વતે છે એમ મુકેશ પરીખે જણાવ્યું છે.