(અજન્સી) ચેન્નાઇ, તા.૧૨
તમિલનાડુમાં દરોડા દરમિયાન CBIએ ૧૦૩ કિલોગ્રામથી વધુ સોનુ જપ્ત કર્યું હતું. ૪૫ કરોડ રૂપિયાની કિંમતના આ સોનાને CBIની સેફ કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ આ સોનું હવે અહીંથી ગાયબ થઈ ગયું છે. મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ CBIને આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. જણાવી દઈએ કે, ઝ્રમ્ૈંની ટીમે વર્ષ ૨૦૧૨માં ચેન્નઈની સુરાના કોર્પોરેશન લિમિટેડની ઑફિસમાં દરોડા પાડ્યા હતા. CBIએ રેડ દરમિયાન ત્યાંથી સોનાની ઈંટો અને ઘરેણા સહિત ૪૦૦.૫ કિલોગ્રામ સોનુ જપ્ત કર્યું હતું. જપ્ત કરેલા સોનાને સીલ કરીનેCBIની સેફ કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે જપ્ત કરેલા સોનામાંથી ૧૦૩ કિલોગ્રામથી વધુ સોનું ગાયબ છે. આ અંગે CBI તરફથી પ્રાપ્ત જાણકારી અનુસાર, સેફ અને વૉલ્ટ્સની ૭૨ ચાવીઓ ચેન્નઈની પ્રિન્સિપલ સ્પેશિયલ કોર્ટને સોંપી દેવામાં આવી હતી. જો કે દસ્તાવેજોમાં આની સાથે સંબંધિત કોઈપણ તારીખનો ઉલ્લેખ નથી કરાયો. ઝ્રમ્ૈં તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, દરોડા દરમિયાન જ્યારે સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું, ત્યારે સોનાને એક સાથે જ લઈ જવામાં આવ્યું હતું. જ્યારે જીમ્ૈં અને સુરાના વચ્ચે લોનના મામલાના નિકાલ માટે નિયુક્ત કરવામાં આવેલા લિક્વિડેટરને સોંપતા સમયે વજન અલગ-અલગ કરવામાં આવ્યું છે. આજ કારણ છે કે, સોનાના વજનમાં અંતર જોવા મળી રહ્યું છે. જસ્ટિસ પ્રકાશે CBIની દલીલને ફગાવતા આ મામલે જીઁ રેન્કના અધિકારીની આગેવાનીમાં CBI તપાસનો આદેશ આપ્યો છે. આ સમગ્ર મામલાની તપાસ ૬ મહિનાની અંદર કરવાનો આદેશ આપતા જસ્ટિસ પ્રકાશે કહ્યું કે, CBIને સમગ્ર મામલે હ્લૈંઇ દાખલ કરવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે, આ CBI માટે અગ્નિ પરીક્ષા હોઈ શકે છે, પરંતુ તેનું કશું જ નહીં થઈ શકે. જો સીતાની જેમ તેઓ પવિત્ર હશે, તો બચી જશે નહીં તો તેમને તેની સજા ભોગવવી જ રહી. ઝ્રમ્ૈંએ આ વર્ષે. ફેબ્રુઆરીમાં જ્યારે બેંકના પ્રતિનિધિઓની હાજરીમાં તિજોરીઓ ખોલી તો ૧૦૩.૮ કિ.ગ્રા. સોનુ ઓછું હતું. ઝ્રમ્ૈંની કસ્ટડીમાંથી ૧૦૦ કિ.ગ્રા. સોનુ ગાયબ, મદ્રાસ હાઈકોર્ટે પોલીસ તપાસના આદેશ આપ્યા. શું છે આખો મામલો, કેવી રીતે વિકાસ થયો.
Recent Comments