(એજન્સી) તા.૨૦
કેરળમાં ૨૦૧૪માં પોતાના ભાઇના પોલીસ કસ્ટડીમાં થયેલ મૃત્યુના સંજોગોમાં CBI તપાસ યોજવા માટેની શ્રીજીતની બે વર્ષની લડતનું આખરે સકારાત્મક પરિણામ આવ્યું છે. CBIએ આ કેસનો કાર્યભાર સંભાળી લીધો હોવાની સરકારને પણ જાણ કરી છે. મુખ્ય પ્રધાન પી વિજયનના અંગત સચિવ એમવી જયરાજને શ્રીજીતને CBI નોટીફિકેશનની નકલ સુપરત કરી હતી કે જે છેલ્લા ૭૭૦ દિવસથી તિરુવન્તમપુરમમાં સરકારી સચિવાલય સમક્ષ ધરણા કરી રહ્યો છે. શ્રીજીત જો કે CBI તપાસના ફરમાનથી પ્રભાવિત થયો નથી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે સરકાર અગાઉ મારી માગણીને પ્રતિસાદ આપી શકી હોત. અન્યાય હજુ ચાલુ છે. શ્રીજીતના ભાઇ શ્રીજીવના મૃત્યુ અંગેના વિવાદનું કેન્દ્ર સ્ટેટ પોલીસ કમ્પ્લેન ઓથોરિટીના તારણોમાં છે કે જેમાં પોલીસના વર્જનનો સીધો વિરોધાભાસ દેખાય છે. ૨૦૧૪થી અનેક પોલીસ તપાસોમાં એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો કે શ્રીજીવે મોબાઇલ ફોનની દુકાનની લૂટના આરોપસર પોલીસે તેની ધરપકડ કર્યા બાદ તેણે પોતાના અંડરવેરમાં જંતુનાશકોના ક્રિસ્ટલ્સ છૂપાવ્યા હતા અને તેણે આ જંતુનાશકો ખાઇ જતા તેનું મૃત્યુ થયું હતું. પરંતુ ૨૦૧૬માં સ્ટેટ પોલીસ કમ્પ્લેન ઓથોરિટીના ચેરમેન અને હાઇકોર્ટના પૂર્વ જજ એ નારાયણકૃપાએ એવો નિર્દેશ આપ્યો હતો કે શ્રીજીવનું કસ્ટડીમાં ટોર્ચરના કારણે મૃત્યુ થયું હોવું જોઇએ. કુરુપે આત્મહત્યા નોંધની પ્રમાણભૂતતા અંગે પણ શંકા વ્યક્ત કરી છે. આમ ઝ્રમ્ૈંએ શ્રીજીતના ભાઇના કસ્ટડીમાં થયેલા મૃત્યુના મામલામાં તપાસનો હવાલો સંભાળી લેતા કેરળના યુવાન શ્રીજીતને ૭૭૦ દિવસ બાદ રાહત થઇ છે.