(એજન્સી)                               તાા.૨૮

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનના પૂર્વ વડા એમ નાગેશ્વર રાવે રવિવારે ટ્‌વીટ કરીને ભારતીય  ઇતિહાસને વિકૃત કરવા બદલ સ્વાતંત્રસેનાનીઓ અને પૂર્વ શિક્ષણ પ્રધાનોને દેાષી ગણાવ્યાં છે. તેણે એવો દાવો કર્યો છે કે ખૂની ઇસ્લામી આક્રમણ/શાસન અંગે ઢાંકપિછોડો કરીને ભારતીય ઇતિહાસ સાથે ચેડાં કરવામાં આવ્યાં છે.

તેમણે આ સંદર્ભમાં મૌલાના અબુલ કલામ આઝાદ-૧૧ વર્ષ (૧૯૪૭-૫૮), હુમાયુ કબીર, એમ સી ચાગલા અને ફકરુદ્દીન અલી અહેમદ-૪ વર્ષ (૧૯૬૩-૬૭) અને નુરુલ હસન -૫ વર્ષ (૧૯૭૨-૭૭)નો ઉલ્લેખ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આ ઉપરાંત બાકીના ૧૦ વર્ષ વીકેઆરવી રાવ જેવા ડાબેરીઓએ ભારતીયોના દિમાગ પર રાજ કર્યું છે. અત્રે નોંધનીય છે કે સેવારત આઇપીએસ અધિકારી એમ નાગેશ્વર રાવને રાજકીય ટિપ્પણી કરવા માટે સર્વિસ રુલ્સ હેઠળ મંજૂરી નથી. જો કે તેમણે આરએસએસના મુખપત્ર ઓર્ગેનાઇઝર માટે પણ લખ્યું છે. ત્યાર બાદ રાવે તમામ એનજીઓના વિદેશી ભંડોળ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. રાવના શબ્દો અને વર્તણૂંક સામે સીપીઆઇ-એમના વરિષ્ઠ નેતા વૃંદા કરાતે રાવ વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરવાની માગણી કરી છે.તેમણે સબરંગ ઇન્ડિયાને જણાવ્યું હતું કે સેવાની વર્તણૂંકનો ભંગ કરવા બદલ અને રાજકીય ટિપ્પણી  કરવા બદલ તેમની સામે રાજકીય ચાર્જશીટ દાખલ થવું જોઇએ. રાવ હાલ ડાયરેક્ટર જનરલ હોમગાડ્‌ર્ઝ,ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સ તરીકે ફરજ બજાવે છે.રાવ આ વર્ષે નિવૃત્ત થનાર છે અને તેમની નિવૃત્તિની તારીખ ૩૧,જુલાઇ છે.વૃંદા કરાતે રાવના ટ્‌વીટના ટાઇમિંગની પણ નોંધ લીધી છે.વૃંદા કરાતના જણાવ્યાં પ્રમાણે સ્વાતંત્રસેનાની એવા મૌલાના આઝાદ જેવા લોકો પર રાવ આ પ્રકારની ટિપ્પણી કરે છે તે બતાવે છે કે એ એવી વ્યક્તિ છે કે જેમને ભારતના બંધારણ અને સ્વાતંત્ર સંગ્રામ અંગે કોઇ સમજ નથી. વૃંદા કરાતે ઉમેર્યુ હતું કે વાસ્તવમાં સમુદાયો વચ્ચે શત્રુતા ભડકાવવાનો આ પ્રયાસ છે અને તેથી તે બદલ ચાર્જશીટ દાખલ કરવું જોઇએ. હકીકત એ છે કે નાગેશ્વર રાવને જમણેરી પાંખ તરફી અભિપ્રાય જાહેરમાં શેર કરવા બદલ કે મુસ્લિમ નેતાઓ સામે આરોપ મૂકવા બદલ જમણેરી પાંખના મુખપત્ર માટે લખવા બદલ હજુ સુધી તેમનેે કોઇ ઠપકો આપવામાં આવ્યો નથી.વૃંદા કરાતે જણાવ્યું હતું કે વડાપ્રધાનના કાર્યાલય હેઠળ રાવ સીધી ફરજ બજાવે છે એ બતાવે છે કે તેમને સરકારનું રક્ષણ છે. વાસ્તવમાં આ બેવડા ધોરણ છે.