(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
ગત ૨૩મી ઓક્ટોબરે અચાનક રજા પર ઉતારી દેવાયેલા સીબીઆઇ ડિરેક્ટર આલોક વર્માને ફરી સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરતા રાહત થઇ છે અને આ સાથે જ પીએમઓ, એનએસએ અજીત ડોવાલ તથા નાણા મંત્રી અરૂણ જેટલી માટે પણ રાહતના સમાચાર છે કે જેઓ અડધી રાતે ઉથલપાથલ સર્જવામાં ભાગીદાર હતા. આ ચુકાદો નિયંત્રિત અને મર્યાદિત છે જેમાં કોર્ટની દેખરેખમાં રાફેલ તપાસની માગ કરતી અરજીઓને પણ ફગાવી દેવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે, ગયા વર્ષે ૨૩ ઓક્ટોબરના રોજ સીબીઆઇ મુખ્યમથક ખાતે અડધી રાતે શું નાટક થયું હતું તેને શું કહેવાય તે દેશને બતાવવા માટે સરકાર કે સુપ્રીમ કોર્ટે કાળજી લીધી નથી. લોકોને યાદ તાજી કરવવા માટે સીવીસીએ તે રાતે કહ્યું કે, સીબીઆઇના સૌથી વરિષ્ઠ બે અધિકારીઓને રજા પર મોકલી દેવાયા છે. અડધી રાતે બળતા તેલમાં પીએમઓ દેખીતી રીતે બળી રહ્યું હતું અને કર્મચારી તથા તાલીમ વિભાગે જોઇન્ટ ડિરેક્ટર નાગેશ્વર રાવને સીબીઆઇના વચગાળાના ડિરેક્ટર ઘોષિત કર્યા અને આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને બળજબરીથી રજા પર ઉતારી દેવાયા. એનાથી વધુ શું હોય કે, નાગેશ્વર રાવને રાતે એક વાગે પદ પર બેસાડ્યા અને આલોક વર્મા સવારે ઉઠતાની સાથે જ રજા પર ઉતારી દેવાની નોટિસ મેળવે. હેડક્વાર્ટરમાં કથિત રીતે શોધખોળ હાથ ધરાઇ અને કર્મચારીઓને ઓવર ટાઇમ કરવાનું કહીને સંવેદનશીલ કેસો સાથે સંકળાયેલી મહત્વની ફાઇલો, ટેપ્સ અને પુરાવાને મેળવી લેવા કહેવાયું. એવી પણ દબાયેલા અવાજે માગ ઉઠવા પામી કે, તે રાતે બિલ્ડિંગમાં શું થયું અને કોણ આવ્યું તથા કોણ ગયું તેની માહિતી લેવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસવી જોઇએ પણ કોર્ટરૂમના નાટકમાં આ માગો ભૂલાઇ ગઇ.