(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૬
સીબીઆઈ બે વરિષ્ઠ અધિકારીઓના વિવાદમાં ફસાયા બાદ એજન્સીનું કામકાજ ઠપ થઈ ગયું હતું. સીબીઆઈ પાસે ઘણા બધા હાઈ પ્રોફાઈલ કેસોની તપાસ છે. પરંતુ તપાસ ઠપ છે. અધિકારીઓ જીમમાં કસરત કરી પરસેવો વહાવે છે.
અંગ્રેજી અખબાર ટેલિગ્રાફે સીબીઆઈ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે બે વરિષ્ઠ અધિકારીઓ આલોક વર્મા અને અસ્થાનાની નિમણૂક બાદ હાઈ પ્રોફાઈલ કેસોની તપાસ રોકાઈ ગઈ છે. તેથી અમે ઓફિસ જીમ જઈએ છીએ હાલમાં કોઈ કામ નથી.
રિપોર્ટ મુજબ સીબીઆઈ પાસે લાલુ યાદવ રેલવે હોટલ ગોટાળો, અગસ્ટા વેસ્ટલેન્ડ સોદો, શારદા-નારદા ચીટફંડ કેસ જેવા કૌભાંડોની સીબીઆઈ તપાસ કરી રહી છે. પરંતુ ર૪ ઓકટોબર બાદ તપાસો આગળ વધી નથી. કેટલાક કેસો રાજનીતિક હોવાથી હાથમાં લેતા અધિકારીઓ ગભરાય છે. અધિકારીઓ એ વાતની રાહ જોઈ રહ્યા છે કે સુપ્રીમ કોર્ટ વર્માની અરજી પર નિર્ણય કરે. સુપ્રીમ કોર્ટે કાર્યકારી સીબીઆઈ નિયામક નાગેશ્વર રાવને નીતિવિષયક નિર્ણયો નહીં લેવા જણાવ્યું છે. વર્માની અરજીની સુનાવણી પૂરી થાય ત્યાં સુધી રૂટીન કામ ચાલુ રાખવા જણાવ્યું છે. કસરતથી તનાવ ઓછો કરવામાં મદદ મળશે.