(એજન્સી) નવી દિલ્હી,તા.૯
ભ્રષ્ટાચાર વિરુદ્ધ આકરા પગલા ભરતા સીબીઆઈએ સમગ્ર દેશમાં ૧૧૦ ઠેકાણાઓ પર એક જ સાથે દરોડા પાડ્યા છે. સીબીઆઈએ ભ્રષ્ટાચાર, અપરાધિક મિસકંડક્ટ અને હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી વગેરે ગુનાઓ વિરુદ્ધ ૩૦ મામલાઓમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. દેશના ૧૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઈ અત્યારે દરોડા પાડવાના પૂરે-પૂરા મૂડમાં છે.
મંગળવારે દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને બિહારમાં સીબીઆઈ દરોડા પાડી રહી છે. આ ઉપરાંત દિલ્હી, ભરતપુર, મુંબઈ, ચંદીગઢ, જમ્મુ, શ્રીનગર, પુણે, જયપુર, ગોવા, કાનપુર, રાયપુર, હૈદરાબાદ, મદુરાઈ, કોલકાતા, રાંચી, બોકારો, લખનઉ સિવાયના અન્ય કેટલાક શહેરોનો સમાવેશ થાય છે.
આ અગાઉ સીબીઆઈએ ૨ જુલાઈએ પણ ૧૮ શહેરોમાં ૫૦ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. અગાઉ ૬ જુલાઈના રોજ સીબીઆઈએ સસ્પેન્ડ કરેલા ઈન્કમટેક્ષ કમિશનર સંજય કુમાર શ્રીવાસ્તવના નોઈડા સ્થિત મકાન અને તેની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. દરોડા અભિયાન શુક્રવારે સવારે શરૂ કરવામાં આવ્યું હતું અને શનિવાર સુધી દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં ૧૩ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. ૬ જૂને સીબીઆઇએ એક મોટી કાર્યવાહીમાં પૂર્વ આઇઆરએસ અધિકારી સંજય કુમાર શ્રીવાસ્તવ વિરુદ્ઘ છેતરપિંડી અને બનાવટનો મામલો નોંધવામાં આવ્યો હતો. શ્રી વાસ્તવ એ ૧૨ આઇઆરએસ અધિકારીઓમાં સામેલ છે જેને ગત મહીને અનિવાર્ય રૂપે સેવાનિવૃતિ આપવામાં આવી હતી.
શ્રી વાસ્તવ પર નોએડામાં આવકર કમિશ્નર રહ્યા દરમિયાન છેતરપિંડી અને બનાવચનો આરોપ છે. તપાસ એજન્સી અનુસાર ટેક્સ અપીલ ૧ અને અપીલ ૨ દરમિયાન લગભગ ૧૦૪ આઇટી અપીલ પર નિર્ણય કરાયો.
ભ્રષ્ટાચાર, શસ્ત્રોની દાણચોરીના કેસોમાં ૧૯ રાજ્યોના ૧૧૦ ઠેકાણાઓ પર CBIના દરોડા

Recent Comments