(એજન્સી) તા.રર
આગામી વર્ષ એટલે ર૦ર૦માં થનારી સીબીએસઈની બોર્ડ પરીક્ષાઓ બદલાયેલી પેટર્ન પર જ થશે. સીબીએસઈનું માનવું છે કે તેનાથી વિદ્યાર્થીઓને સરળતા થશે અને તેમનું જ્ઞાન પણ વધશે. સીબીએસઈનું કહેવું છે કે, તેનાથી વિદ્યાર્થીઓમાં ગોખવાની આદત પણ ઓછી થશે. સીબીએસઈએ પોતાના સત્તાવાર ટ્‌વીટર હેન્ડલ પર આ વિશે માહિતી શેર કરી છે.
સીબીએસઈ મુજબ નવી પેટર્ન કંઈક આ પ્રમાણે હશે.
• નવી પરીક્ષા પેટર્નમાં પ્રશ્ન પત્રોમાં વિવરાગાત્મક એટલે કે સબ્જેક્ટિવ પ્રશ્નોની સંખ્યા ઓછી હશે.
• પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ઈન્ટરનલ ચોઈસ એટલે પ્રશ્નોમાં વિકલ્પ વધુ મળશે.
• ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્નોની સંખ્યા વધારવામાં આવશે.
• તમામ વિષયોમાં ર૦ ગુણનું પ્રેક્ટિકલ અને આંતરિક મૂલ્યાંકન પણ હશે.
• ૧૦માંના હિન્દી, અંગ્રેજી, સાયન્સ, મેથ્સ, હોમ સાયન્ય અને સંસ્કૃતમાં વિવરાણત્મક પ્રશ્નોની સંખ્યા ઘટાડવામાં આવશે.
• ૧રમાં ધોરણમાં મેથ્સ, ફિજિક્સ, કેમિસ્ટ્રી, એકાઉન્ટેન્સી, બિઝનેસ સ્ટડી, ઈકોનોમિક્સ, સાયકોલોજી, સોશિયોલોજી, પોલિટીકલ સાયન્સમાં વિવરણાત્મક પ્રશ્નોની સંખ્યા ઓછી હશે.
• આંતરિક મૂલ્યાંકનને વધુ મહત્ત્વ આપવામાં આવશે.
સીબીએસઈ બોર્ડે જણાવ્યું છે કે, જલ્દી જ આ નવી પેટર્નના આધારે સેમ્પલ પેપર તૈયાર કરવાની તૈયારી ચાલી રહી છે. તેને બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. વિદ્યાર્થી આ સેમ્પલ પેપર્સને સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે. બોર્ડનું માનવું છે કે, સેમ્પલ પેપરથી વિદ્યાર્થીઓને સારી તૈયારી કરવામાં મદદ મળશે અને પરીક્ષાર્થી વિષયના ફોર્મેટને સમજતા સારા ગુણ મેળવી શકશે. સેમ્પલ પેપરથી વિદ્યાર્થીઓને પ્રશ્ન પત્રની પેટર્ન અને તેના ઉકેલની પદ્ધતિનો અંદાજ મળશે.