(એજન્સી) ચંદીગઢ, તા.૧૪
હરિયાણામાં સીબીએસસી બોર્ડની ટોપર અને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. મહેન્દ્રગઢના કનીનામાં ૧૯ વર્ષની યુવતીનું છ શખ્સોએ અપહરણ કરી તેની ઈજ્જત લૂંટી હતી. ગાડીમાં લીફ્ટ આપી તેનું અપહરણ કરી અજાણી જગ્યાએ લઈ જઈ તેના પર ગેંગરેપ કરાયો હતો. ત્યારબાદ તેને આરોપીઓ બસ સ્ટેન્ડ નજીક છોડી દઈ ભાગી છૂટ્યા હતા. ફરિયાદ બાદ પોલીસે આરોપીઓની ધરપકડ માટે અભિયાન હાથ ધર્યું હતું. આરોપીઓએ પીડિતાને પાણીમાં નશાયુક્ત પદાર્થ ભેળવી બેભાન બનાવી દીધી. ત્યારબાદ ગેંગરેપ કર્યો, તેને બાદમાં બેભાન હાલતમાં બસ સ્ટેન્ડ પર ફેંકી દઈ ભાગી છૂટ્યા. પીડિતા ભાનમાં આવી ઘરે પહોંચી ત્યારે તેણે સમગ્ર વાત જણાવી. ત્યારબાદ પોલીસ મથકે ફરિયાદ કરાઈ. આરોપીઓ સામે રેપ અને અપહરણની ફરિયાદ કરાઈ. પીડિતા હરિયાણામાં સીબીએસસીમાં ટોપર છે. ર૬ જાન્યુ. ૧૬માં રાષ્ટ્રપતિએ તેનું સન્માન કર્યું હતું. ૧૬ કલાક વિતવા છતાં હજુ આરોપીઓ પકડાયા નથી. આરોપીઓ જાનથી મારવાની ધમકીઓ પણ આપી રહ્યા છે. ૧૩ સપ્ટેમ્બરે પણ એક ગેંગરેપનો કેસ સામે આવ્યો હતો.
રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત CBSEની ટોપર ૧૯ વર્ષની વિદ્યાર્થિની પર હરિયાણામાં ગેંગરેપ

Recent Comments