(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
મીડિયાના અપાર દબાણ પછી ઉત્તરપ્રદેશ પોલીસે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્વામી ચિન્મયાનંદની વિરૂદ્ધ એક એફઆઈઆર દાખલ કરી છે. કારણ કે, કાયદાના એક વિદ્યાર્થી પર જાતિય સતામણીનો આરોપ લગાવ્યા પછી ગૂમ થઈ ગયા હતા. શાહજહાંપુરમાં પોતાના કોલેજની હોસ્ટેલમાંથી ગૂમ થયેલી વિદ્યાર્થિની હવે દિલ્હીમાંથી મળી આવી છે. ર૪ ઓગસ્ટે મહિલાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેની પાસે ચિન્મયાનંદની વિરૂદ્ધ પુરાવા છે, જે મુસિબતમાં પડી શકે છે અને આરોપ લગાવ્યો કે, તેના કારણે ભાજપ નેતાએ તેને અને તેના પરિવારને ધમકી આપી. જો કે, ચિન્મયાનંદે પોલીસને જણાવ્યું કે, તેને બ્લેકમેલ કરવામાં આવી રહી હતી. વીડિયોમાં યુવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આગ્રહ કર્યો કે, તે તેમની મદદ કરે અને તેમના પરિવારનો જીવ બચાવે. હું શાહજહાંપુરથી છુ અને સ્વામી સુખદેવ કોલેજથી એલએલએમ કરી રહી છું. સંત સમાજના એક મોટા નેતા જેમણે અનેક યુવતીઓનું જીવન નષ્ટ કરી દીધું છે. મને જીવથી મારવાની ધમકી આપી રહ્યા છે. મારી પાસે તેમની વિરૂદ્ધ પુરાવા છે. મોદીજી અને યોગીજી કૃપ્યા મારી મદદ કરે. તેમણે મારા પરિવારને જીવથી મારવાની ધમકી પણ આપી છે. ચિન્મયાનંદની વિરૂદ્ધ મહિલાના પિતાની લેખિત ફરિયાદ મળ્યા છતાં યુપી પોલીસે ઓછામાં ઓછા ચાર દિવસ સુધી કેસ દાખલ કરવામાં વિલંબ કર્યો. પોલીસે અંતે સ્વામી ચિન્મયાનંદ અને અન્યની વિરૂદ્ધ ર૬ ઓગસ્ટે યુવતી અને તેના પરિવારને ધમકી આપવા માટે એફઆઈઆર દાખલ કરી. આ મામલાએ હવે એક નવો વળાંક લીધો છે. કારણ કે, પોલીસે નવી દિલ્હીમાં મહિલાને તેના એક કોલેજના વરિષ્ઠ નાગરિકની સાથે ટ્રેસ કર્યા છે. ચિન્મયાનંદે આ પણ આરોપ લગાવ્યો છે કે, તેને વોટ્‌સએપ દ્વારા પાંચ કરોડ રૂપિયાની ખંડણી મળી છે. તપાસ દરમિયાન પોલીસે મહિલા દ્વારા દિલ્હીમાં તેની માને કરવામાં આવેલા એક ફોન કોલને ટ્રેક કર્યો. પોલીસને દ્વારકાની એક હોટલમાંથી સીસીટીવી ફૂટેજ પણ મળી. જેમાં તે મહિલાની હાજરી બતાવવામાં આવી છે, જેણે કથિત રીતે ચિન્મયાનંદને બળજબરીપૂર્વક વસૂલીનો ફોન કર્યો હતો. પીડિતા જેણે આરોપ લગાવ્યો હતો કે, ચિન્મયાનંદ તેનું જાતિય શોષણ કરી રહ્યા હતા. પાછલા કેટલાક દિવસોથી સ્થાનિક વ્યક્તિના સંપર્કમાં હતી. તેના મોબાઈલ ફોનના રેકોર્ડથી જાણવા મળ્યું કે, બંને દિલ્હીમાં એક જ પરિસરમાં રહે છે, તે પહેલાં ચિન્મયાનંદે જણાવ્યું કે, તેમને ષડયંત્ર હેઠળ અપહરણ અને જાતિય સતામણીના કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. ભાજપ નેતાએ જણાવ્યું કે, આ તેમની વિરૂદ્ધ ષડયંત્ર છે અને તેમને બ્લેકમેલ કરવા અને પૈસા કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તેના પિતાએ મંગળવારે પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો કે, તેમણે અને ચિન્મયાનંદના આશ્રમ દ્વારા સંચાલિત એક કોલેજમાં અન્ય યુવતીઓને ભાજપ નેતા દ્વારા હેરાન કરવામાં આવ્યા હતા.