(એજન્સી) બેઈજીંગ,તા.૬
દક્ષિણ પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં એક ગામમાં યુવક ચાકુથી હુમલો કરનાર જ હતો કે તરત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગ્રામીણોને એ જાણ ન હતી કે ટીવી અને ફોનના જાહેર નેટવર્ક દેખરેખની ક્ષમતા ધરાવે છે. ગામના દરેક ટેલિવિઝન સેટ અને મોબાઈલ ફોન સુરક્ષા દેખરેખ ટર્મિનલ બદલાઈ શકે છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાને કેન્દ્રીય રાજનૈતિક અને કાયદાકીય બાળકોના મંત્રાલયના નેતૃત્વમાં આ કૃત્રિમ બુદ્ધિ વિકસાવવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા વિદ્યાલયના વિશેષજ્ઞ વાંગ કિંયાગે જણાવ્યું કે, દરેક ઘર એક મોનિટર ટર્મિનલ બની શકે છે અને દરેક ગ્રામીણ તેને મોનીટર કરે શકે છે. આ પદ્ધતિ સી.પી.સી. ‘મોમાસ લાઈન’ પરંપરા અનુરૂપ કામ કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં સુરક્ષાને પ્રોત્સાહન કરવા માટેના લોકોના ઉત્સાહને તે સંગઠિત કરે છે. ગામમાં રપ સી.સી.ટી.વી. કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે જે તમામ ગ્રામીણોના ટી.વી. સાથે જોડાયેલ છે. એક ગ્રામીણ સિચુઆન ડેલીને જણાવ્યું કે તેઓ પોતાના નવરાશના સમયમાં આ કેમેરા ફૂટેજ જુએ છે અને જ્યારે કંઈક સંદિગ્ધ લાગે તો ગામમાં અધિકારીઓને જાણ કરે છે. આ સેવા ટી.વી. સિવાય સ્માર્ટફોન દ્વારા પણ મેળવી શકાય છે. ચીનના આ અંતરિયાળ ગામોમાં સ્થિતિ એવી છે કે માત્ર પાંચ પોલીસ કર્મીઓ ૧૮,૦૦૦ લોકોથી વધુની સુરક્ષા માટે જવાબદાર છે. નોંધનીય છે કે આ આધુનિક સુવિધાના પગલે ગામોમાં અપરાધનો દર નીચો આવ્યો છે.