(એજન્સી) પટણા, તા.ર૭
બિહારમાં ગુરૂવારે નીતિશકુમારની આગેવાની હેઠળ ભાજપ-જદયુની નવી ગઠબંધન સરકારે સત્તાના સૂત્રો સંભાળી લીધા. મુખ્યમંત્રી નીતિશ કુમારે છઠ્ઠીવાર રાજ્યનું સુકાન સંભાળ્યું. જ્યારે નાયબ મુખ્યમંત્રી પદે સુશીલ મોદીએ ત્રીજીવાર સત્તા સંભાળી લીધા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ જુદી-જુદી પ્રતિક્રીયા આપી હતી. સોશિયલ મીડિયા પર ફરતો થયેલ એક સંદેશમાં લખ્યું છે કે મોદીજીએ ચા વેચતા જેટલા ગ્લાસ નથી ફોડ્યા તેટલા ગઠબંધન નીતિશકુમારે તોડ્યા : રોફ ગુજરાતી
દરમિયાન રાંચીમાં ચાર ઘોટાળાના કેસમાં કોર્ટમાં હાજરી આપવા આવેલ રાજદ નેતા લાલુ યાદવે કહ્યું કે નીતિશકુમારે અમને ધોકો આપ્યો છે. સજદ પાસે બહુમતિ ધારાસભ્યો હોવા છતાં સરકાર બનાવવાનો મોકો મળ્યો નથી. ગુરૂવારે સવારે ૧૦ કલાકે પટણામાં રાજભવન ખાતે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ જદયુના નેતા નીતિશકુમારને મુખ્યમંત્રી પદના અને ભાજપના નેતા સુશીલ મોદીને ઉપમુખ્યમંત્રી પદના સોગંદ લેવડાવ્યા હતા. ત્યારબાદ ર૮ જુલાઈના રોજ વિધાનસભામાં બહુમતિ પૂરવાર કરવા જણાવ્યું હતું. રાજદ નેતા તેજસ્વી યાદવ સામે સીબીઆઈની ચાર્જશીટ બાદ નીતિશકુમારે રાજદથી અલગ થઈ ભાજપ સાથે નવા ગઠબંધનની રચના કરી હતી. ત્યારબાદ સરકાર બનાવી હતી.