(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
સુરત શહેરના પરવત પાટિયા નજીક મહિલા ઉપર લાલ મરચાની ભૂકી નાખી અજાણ્યો યુવક રૂ. ૧૫ હજારની સોનાની ચેઈનની લૂંટ કરી નાસી ગયાનો બનાવટ પૂણા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે લૂંટારુને ઝડપી પાડવા માટે દોડધામ શરુ કરી હોવાનું જાણવા મળે છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અક્ષરટાઉન શિપ રોડ શ્રી રાજમંદિર પેલેસ રો હાઉસમા રહેતા ભંવરબેન દયાલાલ જૈન પોતાના પૌત્ર ભવ્ય સાથે અક્ષર ટાઉનશિપ પાસેથી પસાર થતા હતા ત્યારે એક અજાણ્યો યુવક અચાનક ધસી આવ્યો હતો અને દાદી- પૌત્ર ઉપર મરચાની ભૂકી નાખી ભવરબેનના ગળામાંથી રૂ. ૧૫૦૦૦ની કિંમતની સોનાની ચેઇન ખેંચી લૂંટ કરી નાસી ગયો હતો. બનાવ અંગે પૂણા પોલીસે ઈ.પી.કો. કલમ ૩૯૪ મુજબનો ગુનો નોંધી પોસઈ મારૂએ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.