(એજન્સી) હૈદરાબાદ, તા.ર૧
હૈદરાબાદની આર્થિક અપરાધ શાખાએ નોઈડા સ્થિત નાણાકીય વ્યવહારો સાથે સંકળાયેલ કંપની eBIZ.comના નાણાંકીય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પૈસા ફેરવનાર કંપની ર૦૦૧માં દિલ્હીમાં રજિસ્ટર્ડ થઈ હતી. તેના મેનેજિંગ ડિરેક્ટર પવન મલ્હાન અને પત્ની અનિથા તેમજ પુત્ર હિતેષ મલ્હાન ડિરેક્ટર છે તેમ સાયબર અપરાધ શાખાએ જણાવ્યું હતું. કંપનીના ૧૭ લાખ ગ્રાહકો છે જેમની પાંચ હજાર કરોડની જંગી રકમ બજારમાં ફરી રહી છે. કંપની દ્વારા લાલચ આપી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાનો પર્દાફાશ થયા બાદ કંપનીના એમડી અને ડિરેકટરો પર કેસ દાખલ કરાયો હતો. તેમજ કંપનીની નોઈડા ખાતેની હેડ ઓફિસને સીલ કરાઈ હતી. તેમજ ૩૯૮ કરોડની ડિપોઝીટની રકમ પણ ફ્રિઝ કરાઈ હતી. કંપની ૧૬,૮ર૧ રૂા. લઈ સભ્યો બનાવતી હતી. તે માટે ૪% કમિશન ચૂકવાતું હતું. ીમ્ૈંઢ દ્વારા છેતરપિંડી અંગે મોહમ્મદ શાહરૂખની ફરિયાદ બાદ ત્રણ કેસો દાખલ કરાયા હતા. ત્યારબાદ કંપનીના ચેરમેન ડિરેકટરને કસ્ટડીમાં લેવાયા હતા.