(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨ર
સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા ખાતે ગતરોજ ટ્રિપલ મર્ડર કેસનો આરોપી ગૌતમ ઉર્ફે ગોલ્ડન ગોયાણીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં કામરેજ પોલીસે બે આરોપીઓને ઉઠાવી લાવી અન્ય ત્રણ આરોપીઓ અંગેની માહિતી મેળવી રહી હોવાનું જાણવા મળે છે.
વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ ચાર રસ્તા પાસે ગત મોડીરાત્રે ગૌતમ ઉર્ફે ગોલ્ડન ગણેશ ગોયાણી રહે. પટેલ પાર્ક સોસાયટીની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ બનાવ અંગે ગોલ્ડનની બહેન કોમલ ગોયાણી દ્વારા કામરેજ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીઓની નામ જોગ ફરિયાદ નોંધાવી હતી. કિશન રમેશ ખોખર રહે. ૧૧ પ્રભુકૃપા સોસાયટી લક્ષ્મણનગર ચોક કાપોદ્રા કિશન સાથેનો અજાણ્યા વ્યકિત અને વેજા માડમ અને ત્રણ આરોપીઓ દ્વારા ગૌતમની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે કામરેજ પોલીસે ગતરોજ બે આરોપીઓને અટકાયત કરી છે. ગોલ્ડનની હત્યા કોના કહેવાથી, શા માટે કરવામાં આવી, આ બનાવ અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે નહીં તે અંગેની વધુ પૂછપરછ હાથ ધરવા માટે કામરેજ પોલીસ બંનેની સધન તપાસ કરી રહી છે.