(સંવાદદાતા દ્વારા) વડિયા,તા.૩૧
આજરોજ વડિયા નજીક આવેલ જેતપુર તાલુકાના ચારણ સમઢિયાળા ગામના સ્મશાન પાસે વડિયા તરફથી જતી સિમેન્ટ ભરેલી ટ્રક નં.જીજે ૧૦ ઝેડ પપ૪ર અચાનક પલ્ટી મારી જતાં ડ્રાઈવરનું મોત નીપજ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ અલ્ટ્રાટ્રેક સિમેન્ટ લઈને હડમતિયા મુકામે શ્રીજી રોડ લાઈન્સની ટ્રક વડિયાથી રાત્રે રઃ૩૦ કલાકે નીકળી હતી. જે જેતપુર તાલુકાના ચારણ સમઢિયાળા પાસે પહોંચતા ગોળાઈમાં ડ્રાઈવરે ગાડીને બ્રેક મારતા ગાડીની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. જેથી ડ્રાઈવરે ગાડીનો કાબુ ગુમાવ્યો હતો. અને સ્મશાન પાસે પલ્ટી જતા કલ્યાણપુર તાલુકાના હડમતીપાના રહેવાસી ડ્રાઈવર પાલાભાઈ રાજાભાઈ પારિયાનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૃતકની લાશ વડિયા લઈ આવી પી.એમ. કરાવ્યું હતું. વડિયા પોલીસે ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.