પાલનપુર,તા.૨
જિલ્લા મથક પાલનપુર શહરેમાં જાહેર માર્ગ પર લાગેલ સીસીટીવી કેમરાના કારણે ટ્રાફિકના નિયમોને તોડનાર વાહન ચાલકો માટે મુશ્કેલીઓ વધારી રહ્યા છે. પાલનપુર શહેરમાં છેલ્લા બે માસ ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર ચાર હજાર જેટલા વાહન ચાલકોને ઘરે ઈ-મેમા મોકલવામાં આવ્યા છે દરરોજના પાલનપુર શહેરમાં ૫૦ વધુ ઈ-મેમાથી વાહન ચાલકોને દંડ થઇ રહ્યો છે. જાહેર માર્ગ પરનો પાર્કિંગ, રોગ સાઈગ, સીટ બેલ્ટ વગર, ત્રણ સવારી તેમજ ચાલુ વાહને ફોન પર વાતની મજા લેતા વાહન ચાલકો સીસીટીવી કેમરામાં કેદ થઇ રહ્યા છે અને જયારે ઘરે બેઠા ફોટા સાથે દંડની રકમ ભરપાઈ કરવાનું ઈ મેમો આવે ત્યારે ખબર પડે કે હવે ટ્રાફિકના નિયમને તોડવું કેટલું મોંઘુ બની ગયું છે. પાલનપુર શહેરમાં જુદા-જુદા જાહેર માર્ગ પર ૧૪૭ જેટલા સીસીટીવી કેમેરા વાહન ચાલકો પર બાઝ નજર રાખી રહ્યા છે. જેનું સતત મોનેટરીંગ કન્ટ્રોલ રૂમમાં પોલીસ કરે છે છેલ્લા બે માસમાં ચાર હજાર જેટલા ઈ મેમા વાહન ચાલકોને આપવામાં આવ્યા છે જેની દંડ રકમ અંદાજિત ૧૦ લાખ રૂપિયા થાય છે ગત ઑક્ટોમ્બર માસમાં ૨૦૧૭ ઈ મેમા સાથે પાંચ લાખથી વધુ રકમનો દંડ વાહનચાલકોને ફટકારવામાં આવ્યો છે. જ્યારે ચાલુ માસે એટલે કે નવેમ્બરમાં ૧૯૦૦ જેટલા ઈ મેમાં સાથે સાડા ચાર લાખનો દંડ વાહન ચાલકો ને ઘરે બેઠા ફટકારવામાં આવ્યો છે જો કે ઈ મેમા નો દંડ ની ભરપાઈ કરવામાં વાહન ચાલકો હજુ આળસ દાખવી રહ્યા છે જેના લીધે દંડ ની વસુલાત ધીમી ગતિએ ચાલી રહી છે પરંતુ મહત્વ વાત એ છે ટ્રાફિકના નિયમને અંકુશ રાખવા માટે માત્ર પાલનપુર શહેર વિસ્તારમાં લાગેલ સીસીટીવી કેમરાના પ્રોજેક્ટથી સરકારની તિજોરીમાં બમણી આવક ઉભી થઇ છે
પાલનપુર શહેરમાં સેફ એન્ડ સિક્યોર પ્રોજકેટ અંતર્ગત લગાવામાં આવેલ સીસીટીવી કેમરાથી ટ્રાફિકના નિયમો પર અંકુશ રાખવાની સાથે ગુનાહિત પ્રવત્તિઓ કરતા તત્વો પર અંકુશ રાખવામાં પોલીસને સારી એવી સફળતા મળી છે તેમજ પોલીસ દફ્તરે નોંધાયેલા ગંભીર ગુનાની તપાસમાં ગુનેગાર સુધી પોહોંચવામાં પોલીસ માટે સીસીટીવી કેમરાએ મહત્વની ભૂમિકા ભજવી છે