પ્રાંતિજ, તા. ર૩
પ્રાંતિજના સીતવાડા નવાપુરા ખાતે પ્રધાનમંત્રી આવસ ઓનલાઈન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લામાં ૬૧.૩૯ કરોડના ખર્ચે તૈયાર થયેલ આવાસો ૪૧૦૮ લાભાર્થીઓને સામૂહિક ઈ ગૃહ પ્રવેશ આપવામાં આવ્યો.
પ્રાંતિજના સીતવાડા નવાપુરા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ઇ.ગૃહ પ્રવેશ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સીતવાડા- નવાપુરામાં ૩૫ તથા પ્રાંતિજ તાલુકામાં ૨૩૫ તથા જિલ્લામાં ૪૧૦૮ લાભાર્થીઓને વલસાડના જુજવા ગામેથી સીધું વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રાંતિજ તાલુકાના સીતવાડા-નવાપુરા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જિલ્લા તથા તાલુકાના લાભાર્થીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇ ગૃહ પ્રવેશ કરાવ્યો હતો તો કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદ્દબોધન ચાલું થાય તે પહેલાં જિલ્લાના મુખ્ય અધિકારીઓએ સભા છોડીને ચાલતી પકડી હતી તો ઉપસ્થિત લોકોમાં ચર્ચાઓએ જોર પકડયું હતું.