(એજન્સી) મુર્શિદાબાદ,તા.૨૮
એ.એમ.યુ.ના વિદ્યાર્થીની સાથે ટ્રેનમાં મારઝૂડની ઘટના સામે આવી છે. સમાચાર અનુસાર, મુર્શિદાબાદ સેન્ટરથી અલીગઢ આવી રહેલા આદિલ સાથે કાલકા એકસપ્રેસમાં કેટલાક લોકોએ મારઝૂડ કરી હતી. જેની જાણકારી આદિલે ફેસબુક પર પોતાના સાથીઓને આપી. જેને કારણે સેંકડોની સંખ્યામાં AMUના વિદ્યાર્થીઓ અલીગઢ રેલવે સ્ટેશન પર પહોંચી ગયા. વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હોવાથી સૂચના પર મોટી સંખ્યામાં પોલીસ દળ અને કમાન્ડો પહોંચી ગયા. અહીંયા જવાનો તથા ઘણા પોલીસ સ્ટેશનના દળોને તૈનાત કરી દેવામાં આવ્યા. વિદ્યાર્થીઓમાં ફાટી નીકળેલા રોષને જોતાં પોલીસ પ્રશાસને ટ્રેનને હાથરસ જેકશન પર રોકાવી દીધી. હોબાળાને જોતાં હાથરસમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી. હાલ તો અલીગઢ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૨ પર મુસાફરોની અવર-જવરને બંધ કરી દેવામાં આવી છે. જો કે, આ કેસમાં પીડિત વિદ્યાર્થી આદિલના પિતાએ શાંતિની અપીલ કરી છે. શહેરના ઉપરકોટના રહેવાસી પીડિત વિદ્યાર્થીના પિતાએ હોબાળો કરી રહેલા વિદ્યાર્થીઓને શાંતિની અપીલ કરી પરંતુ વિદ્યાર્થીઓનો આક્રોશ ઓછો થયો નથી. વિદ્યાર્થીઓ સતત સૂત્રોચાર કરી રહ્યાં છે.
બીજી તરફ આ કેસમાં વિદ્યાર્થી નેતાએ અપીલ કરી છે કે ટ્રેનમાં બેઠેલા મુસાફરો સાથે કોઈપણ પ્રકારનું અભદ્ર વર્તન કરવામાં ના આવે. એસ.પી. સિટી સાથે મુકાબલો કરનારા વિદ્યાર્થી આરોપીઓની અલીગઢ લાવવાની માંગ પર AMU વિદ્યાર્થીઓની એસ.પી.સિટી અતુલકુમાર શ્રીવાસ્તવ સાથે પણ તકરારના સમાચાર છે.
ચાલુ ટ્રેનમાં AMUના વિદ્યાર્થી આદિલ સાથે મારઝૂડ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ રેલવે સ્ટેશનને ઘેરી લીધું

Recent Comments