કોલંબો, તા.૨૪
શ્રીલંકાના પૂર્વ ફાસ્ટ બૉલર અને દિગ્ગજ ક્રિકેટર ચામિન્ડા વાસે વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ટીમ ઇન્ડિયાને લઇને એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેમને કહ્યું કે, ભારતીય ટીમ વર્લ્ડકપ ૨૦૧૯ની સેમિફાઇનલ સુધી પહોંચશે અને રમશે. વાસે કહ્યું હાલની પરિસ્થિતિમાં ભારતીય ટીમ એકદમ સંતુલિત ટીમ છે.
૪૫ વર્ષના ચામિન્ડા વાસે શ્રીલંકન ટીમને લઇને વધારે ખુશ નથી, તેમને કહ્યું શ્રીલંકન ટીમ માટે લસિથ માલિંગા પર વધુ નિર્ભર રહેશે. વાસે કહ્યું કે, છેલ્લા બે-ત્રણ વર્ષોમાં ભારતીય ટીમે દબદબો બનાવ્યો છે. તેમની પાસે સારા ફાસ્ટ બૉલરો છે, બેટિંગ લાઇન અપ પણ સારી છે. મારી ભવિષ્યવાણી છે કે, તે નિશ્ચિતપણે વર્લ્ડકપ ૨૦૧૯ની સેમિફાઇનલ રમશે.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં સ્થાનિક ટી૨૦ ટૂર્નામેન્ટના ઉદઘાટનમાં પહોંચેલા ચામિન્ડા વાસે જ્યારે વર્લ્ડકપ માટે સવાલ પુછવામાં આવ્યો ત્યારે તેમને ટીમ ઇન્ડિયા માટે આ ભવિષ્યવાણી કરી હતી. જોકે, શ્રીલંકન ટીમના સારા પ્રદર્શનને લઇને નાખુશ હતા.